android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: સિદ્ધપુરમાં 18 ઇંચનું દિવ્ય સ્ફ્ટિક અમરનાથ શિવલિંગ ભક્તિનું કેન્દ્ર

calendar_todaySeptember 11, 2026

Patan: સિદ્ધપુરમાં 18 ઇંચનું દિવ્ય સ્ફ્ટિક અમરનાથ શિવલિંગ ભક્તિનું કેન્દ્ર

હિન્દુ ધર્મમાં આવતાં સવંતી મહિલાના પૈકીનો શ્રાવણ માસ એ ભગવાન ભોળાનાથનો પ્રિય મહિનો માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન વિવિધ શિવાલયોમાં દરરોજ ભગવાન શિવની વિશેષ પુજા અર્ચના કરવામાં આવતી હોય છે. તે પૈકીના માતૃગયા તિર્થ સિદ્ધપુરમાં પણ પાંચ જેટલા સ્વંયભુ મહાદેવના મંદિરો આવેલા છે. તે પૈકીના 18 ઇંચ જેટલું સ્ફ્ટિક શિવલિંગ ધરાવતાં અમરનાથ મહાદેવના મંદિરે પણ શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તો દ્વારા પણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તિમાં લીન બની ગયાં હતાં.

સિદ્ધપુરમાં પાંચ સ્વંયભુ શિવલિંગ સહિત અનેક પ્રાચીન ધાર્મિક સ્થળો આવેલાં છે. જેમાં એક એવું વિશિષ્ટ શિવલિંગ આવેલું છે. જે પોતાની અનોખી રચના અને ધાર્મિક આસ્થાના કારણે શ્રાદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નગરમાં સરસ્વતી સોસાયટીની બાજુમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિરનું 18 ઇંચનું સ્ફ્ટિક શિવલિંગ ભક્તોમાં વિશેષ શ્રાદ્ધા ધરાવે છે. સ્થાનિક ધાર્મિક માન્યતા મુજબ પાટણ અને બનાસકાંઠામાં આ પ્રકારનું સ્ફ્ટિક શિવલિંગ અત્યંત દુર્લભ હોવાનું માનવામાં આવે છે.

આ દિવ્ય સ્ફ્ટિક શિવલિંગ ખંભાતથી એક શિવ ભક્ત દ્વારા સિદ્ધપુર લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિક્રમ સવંત 2074 માં વિદ્વાન ભુદેવના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેના યજમાન પદે શિવલિંગ લાવનાર શિવ ભક્ત ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આ મંદિર શ્રાદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની જવા પામ્યું છે અને દરરોજ મોટીસંખ્યામાં લોકો દર્શનાર્થે પધારી ભગવાન શિવની આરાધના કરી ધન્યતા અનુભવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો