android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: વર્ષ 2025 : પાટણમાં 10,267 બાળકોના જન્મ સામે 1,386 લોકોનાં મૃત્યુ નોંધાયા

calendar_todayJanuary 2, 2026

Patan: વર્ષ 2025 : પાટણમાં 10,267 બાળકોના જન્મ સામે 1,386 લોકોનાં મૃત્યુ નોંધાયા

પાટણ નગરપાલિકાએ વર્ષ 2025ના જન્મ અને મરણ નોંધણીના આંકડા જાહેર કર્યા છે. પાટણ નગરપાલિકાના જણાવ્યા મુજબ પાટણ શહેરમાં વર્ષ દરમ્યાન કુલ 10,267 બાળકોના જન્મ નોંધાયા છે જ્યારે 1,386 લોકોના મૃત્યુ થયા છે. જન્મેલા બાળકોમાં 4,788 દીકરીઓ અને 5,479 દીકરાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2025માં સૌથી વધુ 1,363 બાળકોનો જન્મ થયો હતો, જ્યારે નવેમ્બર 2025માં 1,099 બાળકો જન્મ્યા હતા. અન્ય મહિનાઓમાં સરેરાશ 600 થી 900 જન્મ નોંધાયા હતા.

પાટણ નગરપાલિકા વિસ્તારમાં મૃત્યુના આંકડા મુજબ કુલ 1,386 વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે. જેમાં 547 સ્ત્ર્રીઓ અને 839 પુરુષોનો સમાવેશ થાય છે. એક વર્ષથી ઓછી વયના 42 શિશુ મૃત્યુ અને 1 થી 5 વર્ષની વયના 8 બાળકોના મૃત્યુ નોંધાયા છે. વર્ષ દરમિયાન કુલ 158 મૃત જન્મ (Still Birth)ના કિસ્સાઓ પણ સરકારી ચોપડે નોંધાયા છે. નગરપાલિકાને જન્મ અને મરણ પ્રમાણપત્રો તથા નોંધણી ફી પેટે કુલ 3,79,300 રૂપિયાની આવક થઈ છે. આમાં મોડી નોંધણી ફીના 5,310 રૂપિયા અને પ્રમાણપત્ર ફીના 3,73,990 રૂપિયાનો સમાવેશ થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો