calendar_todayJanuary 10, 2026
Patan: નગરપાલિકામાં ખાલી પડેલી 22 જગ્યાઓ ભરવા માટે બેઠક મળી
પાટણ ખાતે આવેલ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ સંવર્ગની 22 જેટલી જગ્યાઓ ખાલી પડેલી હોવાથી તેની સીધી ભરતી માટે નગરપાલિકા દ્વારા એક પસંદગી સમિતિની બેઠક રાખવામાં આવી હતી જેમાં લેખીત પરીક્ષાના આયોજન તથા ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે એજન્સીની નિમણૂક કરવા અંગેની ચર્ચા કરાઈ હતી. પ્રાદેશિક કમિશનર ગાંધીનગર ઝોન દ્વારા મંજૂર કરવામાં આવેલા મહેકમ મુજબ પાટણ નગરપાલિકામાં વર્ગ 3 ની 22 જેટલી ખાલી પડેલી જગ્યાઓ માટેના કર્મચારીઓની ભરતી માટે પાલીકા પ્રમુખ હીરલ પરમારની ઉપસ્થિતિમાં પસંદગી સમિતિની બેઠક મળી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનરની કચેરીના પ્રતિનિધિ તરીકે ડીસા નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. બેઠકમા પાટણ ચીફ્ ઓફ્સિર હીરલ ઠાકર સહિત કારોબારી ચેરમેન મુકેશ પટેલ તથા મહેશભાઈ પટેલ સહિત પાંચ સમિતીના સભ્યો જોડાયા હતા.બેઠક અંગેનો એજન્ડા રજુ કરી ઠરાવ નં 1 પસાર કરવામાં આવ્યો હતો.ભરતી પ્રકિયાને સુચારૂ રીતે પુર્ણ કરવા માટે લેખીત પરીક્ષા અને મેરીટ તૈયાર કરવા માટે સરકાર માન્ય સંસ્થાઓ અથવા યુનિવર્સિટીઓ પાસેથી ભાવો મંગાવવાનો નિર્ણય લીધો હતો.જેના માટે 7 દિવસની સમયમર્યાદામાં દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરાવી સ્પર્ધાત્મક ભાવો મંગાવવામાં આવશે.જેમા સૌથી ઓછા ભાવ આપનાર યોગ્ય સંસ્થાને કામગીરી સોંપવામાં આવશે. ઉમેદવારો દ્વારા ઓનલાઈન અંરજી કરવાની રહેશે.તથા સરકારના ધારાધોરણ મુજબ પરીક્ષા ફીની ચૂકવણી કરવાની રહેશે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાનો સીલેબસ સરકાર દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે.તેમ સમિતિ દ્વારા જણાવ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો