android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: જિલ્લામાં 315 કરોડની નિઃશુલ્ક સારવાર

calendar_todayJanuary 3, 2026

Patan: જિલ્લામાં 315 કરોડની નિઃશુલ્ક સારવાર

પાટણ જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY - આયુષ્માન ભારત) દ્વારા એક મજબૂત સુરક્ષા કવચ મળ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગના કલ્પનાને સાકાર કરતી આ યોજના વર્ષ 2018થી પાટણ જિલ્લામાં સફ્ળતાપૂર્વક અમલમાં છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારોને મોંઘી સારવારના ખર્ચથી મુક્તિ અપાવી રહી છે. જિલ્લા પંચાયત પાટણની આરોગ્ય શાખા દ્વારા અમલમાં મૂકાયેલી આ યોજના અંતર્ગત વર્ષ 2018થી અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં 1 લાખ 28 હજારથી વધુ દર્દીઓએ વિવિધ સારવાર પેકેજ હેઠળ લાભ મેળવ્યો છે જેમાં કુલ મળીને રૂ. 3 અબજ 15 કરોડથી વધુની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી છે. આ આંકડા યોજનાની વ્યાપકતા અને અસરકારકતાને સ્પષ્ટ રીતે દર્શાવે છે. પાટણ જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન પણ યોજનાનો વ્યાપ સતત વધતો રહ્યો છે. વર્ષ 2025 માં અત્યાર સુધીમાં 72,786 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્ડના માધ્યમથી 48 કરોડ રૂપિયાથી વધુની સારવારનો લાભ જિલ્લાવાસીઓને મળી ચૂક્યો છે. યોજનાને વધુ સમાવેશક બનાવવા માટે 70 વર્ષથી ઉપરના વડીલો માટે વયવંદના યોજના અંતર્ગત વિશેષ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે પાટણ જિલ્લામાં અત્યાર સુધી 57,554 વડીલોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના પેન્શનરોને પણ આ યોજનાનો લાભ આપવા માટે કાર્ડ વિતરણની કામગીરી ચાલુ છે. ગરીબ માટે મની પોકેટ બચાવતી યોજના આ યોજના હેઠળ ગરીબ પરિવારના સભ્યોને દેશની સારી અને પ્રતિષ્ઠિત ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મળી રહી છે. પરિણામે મોંઘી સારવાર માટે ઘરેણાં વેચવા કે દેવામાં ફ્સાવાની સ્થિતિમાંથી અનેક પરિવારો બચી રહ્યા છે. પાટણ જિલ્લામાં PMJAY યોજના માત્ર એક સરકારી યોજના નહીં પરંતુ આરોગ્ય ક્ષેત્રે ગરીબો માટે જીવનરેખા બની છે. આ યોજનાની સફ્ળતા જનજાગૃતિનું ઉત્તમ ઉદાહરણ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો