calendar_todayJanuary 8, 2026
Patan: રાધનપુરમાં હોટલ માલિક પર હુમલો કરનાર ઝડપાયા, 50 લાખની ઉઘરાણી મામલે હોટલ માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો
પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનની ટીમે હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ 50 લાખની ઉઘરાણીના મામલે એક હોટલ માલિક પર જીવલેણ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
આરોપીઓએ બે યુવકોને મોડી રાત્રે માર માર્યો
પોલીસના જણાવ્યા અનુસાર જૂની અદાવતના કારણે ખોટા ખર્ચ કરાવ્યા છે તેવી વાત કરી આરોપીઓએ બે યુવકોને મોડી રાત્રે માર માર્યો હતો અને ત્યારબાદ રૂ. 50 લાખની માંગણી કરી હતી.
ઘાતક હથિયારો તેમજ હુમલામાં ઉપયોગમાં લેવાયેલ વાહન જપ્ત
પોલીસે ગુનામાં વપરાયેલા ઘાતક હથિયારો તેમજ હુમલામાં ઉપયોગમાં લેવાયેલ વાહન જપ્ત કરી લીધા છે. આરોપીઓ સામે અગાઉ પણ અલગ–અલગ પોલીસ સ્ટેશનોમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે, જેને લઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
આ પણ વાંચો---- United States ભારતની આગેવાની હેઠળના સોલાર એલાયન્સ સહિત 65 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી બહાર નિકળી ગયું