android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: નિવૃત્ત આરોગ્ય કર્મીએ 67 લાખ ગુમાવ્યા

calendar_todayJanuary 13, 2026

Patan: નિવૃત્ત આરોગ્ય કર્મીએ 67 લાખ ગુમાવ્યા

પાટણ શહેરમાં રહેતા નિવૃત્ત આરોગ્ય કર્મીના મોબાઈલ ફોન પર ટેલીકોમ કંપનીમાંથી વાત કરતો હોવાનો ડોળ કરીને અજાણ્યા સાઈબર ઠગે અને અધિકારી સહિત પોલીસ અધિકારીઓ સાથે વાત કરાવી નિવૃત્ત કર્મીને તેમના મોબાઈલ ફોન પરથી મહિલાઓના પોર્ન વીડિયો મોકલો છો તથા હેરાન કરો છો કહી તમારી વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે તેમજ કેસની કાર્યવાહી દરમિયાન નકલી કોર્ટ ઉભી કરી બીક બતાવી સતત 10 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી અલગ અલગ ખાતાઓમાં રૂપિયા 67 લાખ જમા કરાવી ફરોડ આચરતા નિવૃત્ત આરોગ્ય કર્મીએ પાટણ સાઈબર પોલીસ સ્ટેશનમાં કુલ 5 વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.

પાટણ શહેરમાં અંબાજી નગર ચોકડી પાસે રહેતા નિવૃત્ત આરોગ્ય કર્મી હરેશભાઈ પટેલે પાટણ સાઈબર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓના ફોનમાં ગત 2 જાન્યુઆરીએ ફોન કરી ટેલિકોમ ડિપાર્ટમેન્ટ માંથી રવિ કુમાર શર્મા વાત કરતો હોવાની ઓળખ આપી તમારા મોબાઈલ ફોન પરથી મહિલાઓના પોર્ન વીડિયો મોકલો છો અને હેરાન કરો છો જેથી તમારા વિરુદ્ધ મુંબઈ ખાતે ફરીયાદ દાખલ થઈ છે.અને તમારા નંબર પરથી ફરોડ થઈ શકે છે જે બંધ કરાવવો હોય તો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં જાણ કરવાનું કહેતા નિવૃત્ત કર્મીએ આવું ન આવડતું હોવાનું કહેતાં રવિ શર્માએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના IPS જય પ્રભાકર ચુગલે નામના શખ્સ સાથે વાત કરાવતાં તેણે તમારા પર બીજી કોઈ ફરીયાદ તો નથી થઈને તે બાબતે પુછવા માટે તેના સિનિયર અધિકારીને લાઈન પર જોડી હરેશ પટેલ વિશે પુછતાં સિનિયર અધિકારી બનેલા ઠગે નરેશ ગોહિલના મની લોન્ડરીંગના કેસમાં 538 કરોડનું ફરોડ થયેલ છે જેમાં મળેલા ATM મળેલ છે તેમા તમારા નામનું ATM મળેલ છે જેમાં 2 કરોડ આવેલા છે અને પકડાયેલ નરેશ ગોહિલે કોર્ટમાં તમારી પાસેથી 5 લાખમાં ભાડે લીધેલ હોવાની કબૂલાત કરી છે.તમારા ખાતામાં 24 પરિવારના નાણાં આવેલા છે અને 47 લોકોએ કોર્ટમાં અરજી કરેલ છે જેની પાવતીઓ અમારી પાસે છે તેવી બીક બતાવી એક અરજી લખાવી હતી. ત્યારબાદ બીજા દિવસે IPS જય પ્રભાકર ચુગલેએ ફોન કરીને તમારો કેસ લઈને કોર્ટમાં જઈયે છીએ અને કોર્ટમાં તમે વૃધ્ધ છો તેથી એરેસ્ટ ન કરે તેવી વિનંતી કરીશું તેમ કહી ઉભી કરેલ કોર્ટમાં જજ સમક્ષ વિડિયો કોલ મારફ્તે જોડી IPS જય પ્રભાકર ચુગલેએ કહ્યું હતું કે કોર્ટે જણાવ્યું છે કે તમારે સાત દિવસમાં કેસ પુરો કરવાનો છે પરંતુ ફાઈનાન્સીયલ મેટર છે એટલે તમારે અમારા ફાઈનાન્સીયલ ડાયરેક્ટર સાથે વાત કરવી પડશે જણાવી વાત કરાવતા ડાયરેક્ટરે વાતચીત દરમિયાન નિવૃત્ત કર્મીની તમામ બેંક ડિટેલ જાણી લીધી હતી અને ત્યારબાદ તેણે તમારા બેંકના નાણાં કોર્ટના કહ્યા મુજબ ચેક કરવા પડશે અમે જે બેંકમાં કહીયે તેમાં તમારે નાણાં ટ્રાન્સફર કરવા પડશે કહી અલગ અલગ ખાતાઓમાં રૂપિયા 67 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા ત્યારબાદ એક દિવસ નિવૃત્ત કર્મીએ મોબાઈલ ફોન પર સોશિયલ મીડિયામાં વિડિયો જોતાં જ તેમના જેવો કેસ હોવાનું અને ફરોડ થતું હોવાનું જાણવા મળતાં તેમણે તુરંત જ સાઈબર હેલ્પ લાઈન નંબર પર ફોન કરી કમ્પલેન કર્યા બાદ પાટણ સાઈબર પોલીસ સ્ટેશનમાં રવિ શર્મા સહિત IPS જય પ્રભાકર ચુગલે તથા સિનિયર ઓફ્સિર અને ફાઈનાન્સીયલ ડાયરેક્ટર તથા અજાણ્યા ત્રણ બેંક ખાતા ધારકો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો