android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: પાટણ પાલિકામાં સોસાયટીઓના પ્રમુખો સાથે COની બેઠક યોજાઈ

calendar_todayMay 22, 2026

Patan: પાટણ પાલિકામાં સોસાયટીઓના પ્રમુખો સાથે COની બેઠક યોજાઈ

પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર હિરલબેન ઠાકરે ટેલીફોન એક્સચેન્જ વિસ્તારની સોસાયટીઓના પ્રમુખો સાથે યોજેલી બેઠકમાં કેનાલમાં ભરાતાં દુષિત પાણીના પ્રશ્ન સહિત વિસ્તારમાં ચોમાસામાં ભરાતાં વરસાદી પાણીના પ્રશ્ન બાબતે રજૂઆત કરતા ચીફ્ ઓફ્સિરે હકારાત્મક સાથે જણાવ્યું હતું કે કેનાલમાં ગંદકી ન ફેલાય તેની આપણા સૌની જવાબદારી છે. સાથે સાથે કેનાલ વચ્ચેથી પાણી અને ગટર લાઈન પસાર થતી હોવાથી ગંદકી ઉલેચવામાં કર્મચારીઓને તકલીફ્ પડતી હોય છે. ત્યારે ચોમાસા પુર્વે કેનાલ વચ્ચેથી પસાર થતી લાઈનો ડાયવર્ટ કરીને કેનાલની સફાઇ કરીને સ્વચ્છ બનાવવાની હૈયાધારણા આપી હતી. તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની ચેમ્બરો પણ સાફ્ કરી વિસ્તારમાં ભરાતાં વરસાદી પાણીની સમસ્યાનું નિવારણ પણ લાવવાનું જણાવ્યું હતું. યોજાયેલી બેઠકમાં નગરસેવીકા ચેતનાબેન પ્રજાપતિ સહિત સોસાયટીઓના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો