calendar_todayFebruary 25, 2026
Patan: વધુ એક વખત CO અને TPO સામે શાસકપક્ષના સભ્યોએ પોલીસમાં રાવ કરી
પાટણ નગરપાલિકા ખાતે ફરજ બજાવતા ચીફ્ ઓફ્સિર અને ટાઉન પ્લાનિંગ ઓફ્સિર સામે મંગળવારે ખુદ પાલીકાના જ શાસક પક્ષના સભ્યોએ પોલીસમાં રજુઆત કરી અરજી આપી હતી તે બાદ ફરથી બુધવારે વધું એક વખત શહેરમાં એક પ્રોજેક્ટમાં ચીફ્ ઓફ્સિરે ગેરરીતિ આચરી BU પરમિશન આપ્યાનો આરોપ લગાવીને કુલ 6 નગરસેવકોએ ચીફ્ ઓફ્સિર અને ટાઉન પ્લાનિંગ ઓફ્સિર સામે સંયુક્ત રીતે પોલીસને અરજી આપી છે. પાટણ નગરપાલિકાના ભાજપના જ 6 જેટલા નગરસેવકોએ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે પાલીકાના ચીફ્ ઓફ્સિર હિરલબેન ઠાકર અને ટાઉન પ્લાનિંગ ઓફ્સિર ચંદ્રકાંતભાઈ ભરતભાઈ સોલંકી સામે આપેલી અરજીમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે પાટણ પાલીકાના હદમાં આવેલ બગવાડા દરવાજા પાસે આવેલ જુના બસ સ્ટેન્ડ વાળી જગ્યા કે જેનો રેવન્યુ સર્વે નંબર 56 પૈકી સીટી સર્વે નંબર 2355 વાળી જગ્યામાં GSRTC પાટણ કતિરાક્યુબ ટ્રાન્સ પ્લાઝા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આગળના ભાગમાં કોમર્શિયલ બાંધકામ ચાલું હોવા છતાં પાલીકાના ચીફ્ ઓફ્સિર અને ટાઉન પ્લાનિંગ ઓફ્સિરે મિલકતના માલિકો સાથે આર્થિક મેળાપીપણું કરી અંગત લાભ માટે સરકારી હોદ્દાનો દુરપયોગ કરી કુટલેખન કરી બનાવટી દસ્તાવેજો બનાવી ખોટી રીતે બિલ્ડીંગ યુઝ પરમિશન આપી હોવાનો આક્ષેપ કરી ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ બંને વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો