android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patdi: ફુલકી હાઇવે પર છકડો રીક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 22 વર્ષીય યુવકનું મોત

calendar_todayJanuary 13, 2026

Patdi: ફુલકી હાઇવે પર છકડો રીક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 22 વર્ષીય યુવકનું મોત

પાટડી તાલુકાના ફુલકી હાઇવે પર ધાસપુરના પાટીયા પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. રોંગ સાઇડમાં આવતા એક છકડા રીક્ષા ચાલકે બાઇક સવાર દંપતીને જોરદાર ટક્કર મારતા 22 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેની પત્નીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

રોંગ સાઇડમાં આવતા છકડાએ લીધી હડફેટે

મળતી માહિતી મુજબ, અખીયાણા ગામનો યુવક તેની પત્ની સાથે બાઇક પર હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ધાસપુર પાટીયા પાસે સામેથી રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક છકડો રીક્ષાએ બાઇકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક ચાલક યુવક હવામાં ફંગોળાયો હતો અને ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

નવપરિણીત દંપતી પર આભ ફાટ્યું

અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકની ઓળખ અખીયાણા ગામના જતીનભાઇ રસીકભાઇ ઠાકોર (ઉં.વ. 22) તરીકે થઈ છે. આ અકસ્માતમાં તેની પત્ની કોમલબેન ઠાકોર (ઉં.વ. 19) ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત વધુ નાજુક જણાતા તેમને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો: એમ્યુઝમેન્ટ પાર્ક પાસે મોબાઈલ ટાવરમાં ભીષણ આગ, વાયરિંગ બળીને ખાખ