calendar_todayOctober 4, 2026
Petlad : પેટલાદની આર. કે. પટેલ વિદ્યાલયના કેતનભાઈ પટેલની ગુજરાત રાજ્ય મધ્ય ઝોન મહામંત્રી તરીકે વરણી
પેટલાદ શહેરની આર. કે. પટેલ વિદ્યાલયના કેતનભાઇ પટેલની ગુજરાત રાજ્ય મધ્ય ઝોનના મહામંત્રી તરીકે સર્વસંમતિથી વરણી થતાં શિક્ષણજગતમાં આનંદની લાગણી પ્રસરી છે. કેતનભાઈ પટેલ શિક્ષણને માત્ર નોકરી કે વ્યવસાય તરીકે નહીં પરંતુ સમાજના ઘડતરનું મહત્વપૂર્ણ માધ્યમ માનીને કાર્યરત રહ્યા છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સંસ્કાર, શિસ્ત, મૂલ્યો, આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવના વિકસે તે દિશામાંતેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. મધ્ય ઝોનના મહામંત્રી તરીકેની નવી જવાબદારી તેમના માટે માત્ર એક હોદ્દો નહીં પરંતુ શિક્ષણક્ષેત્રની વધુ મોટી જવાબદારી નિભાવવાની તક બની છે. સંગઠનના વિવિધ શિક્ષકો અને શિક્ષણ સાથે જોડાયેલા કાર્યકરો વચ્ચે સંકલન જાળવવું, શિક્ષણક્ષેત્રના પ્રશ્નોને યોગ્ય મંચ સુધી પહોંચાડવા, શિક્ષકોના હિતો અને પ્રશ્નોને વાચા આપવી તેમજ શિક્ષણની ગુણવત્તા અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તેઓ સક્રિય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. આ પ્રસંગે આર.કે. પટેલ વિદ્યાલય, પેટલાદ પરિવાર સહિત શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો, શિક્ષકો, સહકર્મીઓ અને શુભેચ્છકોએ કેતનભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો