calendar_todayAugust 22, 2026
Petrol-Diesel Price Today : આજે પેટ્રોલ-ડીઝલ મોંઘું થયું કે સસ્તું? જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
આજે શનિવાર 22 ઓગસ્ટે પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના તાજા ભાવ જાહેર કર્યા છે. હાલમાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ખૂબ ઊંચા છે, જેના કારણે લોકોના ખિસ્સા પર સીધી અસર પડી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે છેલ્લા કેટલાક દિવસોથી વૈશ્વિક બજારમાં ફરી એકવાર ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો વધારો થયો છે. જોકે ભારતીય બજારમાં હજુ સુધી તેની કોઈ અસર જોવા મળી નથી.
ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ લગભગ 93 ડોલર પ્રતિ બેરલ છે. ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો વધારો થયો હોવા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ વેચતી પેટ્રોલિયમ કંપનીઓએ ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. ભારતીય બજારમાં ઇંધણ વેચતી પેટ્રોલિયમ કંપનીઓએ મે મહિનામાં 4 વખત ભાવ વધાર્યા હતા. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે 25 મે 2026ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો.
આજના પેટ્રોલ-ડીઝલના ભાવ
| શહેર | પેટ્રોલ | ડીઝલ |
| દિલ્હી | 102.12 રૂપિયા | 95.20 રૂપિયા |
| મુંબઈ | 111.21 રૂપિયા | 97.83 રૂપિયા |
| કોલકાતા | 113.51 રૂપિયા | 99.82 રૂપિયા |
| બેંગલુરુ | 111.68 રૂપિયા | 99.56 રૂપિયા |
| અમદાવાદ | 102.15 રૂપિયા | 98.27 રૂપિયા |
| હૈદરાબાદ | 115.69 રૂપિયા | 103.82 રૂપિયા |
દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે ભાવ
દેશની મુખ્ય તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અથવા વિનિમય દરમાં ફેરફાર થાય છે, તો તેની અસર ઘરેલુ ઈંધણની કિંમતો પર પણ પડી શકે છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતો કઈ બાબતો પર આધાર રાખે છે?
પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ કેટલીક બાબતોથી પ્રભાવિત થાય છે, જેમાં સામેલ છે-
• આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત
• ડોલર સામે રૂપિયાનો વિનિમય દર
• કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર
આ જ કારણોસર અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં ઈંધણની કિંમતો અલગ-અલગ હોય છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ આ રીતે ચેક કરો
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. તમે SMS દ્વારા પણ પેટ્રોલ-ડીઝલના દૈનિક ભાવ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો RSP પછી સ્પેસ આપીને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર SMS મોકલીને ભાવ જાણી શકે છે. જ્યારે BPCLના ગ્રાહકો RSP પછી સ્પેસ આપીને પોતાના શહેરનો કોડ લખીને 9223112222 નંબર પર SMS મોકલીને માહિતી મેળવી શકે છે.