calendar_todayApril 14, 2026
Petrol Diesel Price Today: મંગળવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો 1 લિટરનો ભાવ
પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઇ રહી છે. ઇરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી ન થતા હવે તેની અસર ઓઇલ પર પડી છે. આજે ક્રૂડ ઓઇલના ભાવમાં આજે તેજી આવી છે. 14 એપ્રિલ 2026ના રોજ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં શું ફેરફાર આવ્યો તે જાણીએ.
ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા
બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, જૂનના સમાધાન માટે બ્રેન્ટ ક્રૂડ મંગળવારે સવારે 2.1% ઘટીને $97.30 પ્રતિ બેરલ થયું, જ્યારે મે ડિલિવરી માટે WTI 2.5% ઘટીને $96.59 થયું. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે જણાવ્યું હતું કે નાકાબંધીથી વાટાઘાટોમાં યુએસ લિવરેજ મજબૂત બન્યું છે, અને તેમણે ગ્રાહકો પર ઇંધણના ઊંચા ભાવની અસર સ્વીકારી.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
| શહેર | પેટ્રોલનો ભાવ (પ્રતિ લિટર) | ડીઝલનો ભાવ (પ્રતિ લિટર) |
| દિલ્હી | ₹94.77 | ₹87.67 |
| મુંબઈ | ₹103.54 | ₹90.03 |
| કોલકાતા | ₹105.45 | ₹92.02 |
| ચેન્નાઈ | ₹100.80 | ₹92.39 |
| બેંગલુરુ | ₹102.92 | ₹90.99 |
મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ: વૈશ્વિક તેલ પુરવઠા પર જોખમ
વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં અસ્થિરતાનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ છે. તાજેતરમાં ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા સૈન્ય તણાવને કારણે બજારમાં ફાળ ફેલાયો છે.
ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ (હેડર)
| શહેર | પેટ્રોલ (પ્રતિ લિટર) | ડીઝલ (પ્રતિ લિટર) |
| અમદાવાદ | 94.49 | 90.16 |
| ભાવનગર | 96.19 | 91.86 |
| ગાંધીનગર | 94.97 | 90.65 |
| રાજકોટ | 94.27 | 89.96 |
| વડોદરા | 94.23 | 89.90 |
| સુરત | 94.49 | 90.18 |
મુખ્ય પડકારો
હોર્મુઝ સ્ટ્રેટ પર જોખમ: વિશ્વના કુલ તેલ પુરવઠાનો આશરે 20 ટકા હિસ્સો હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી પસાર થાય છે. અહીં સર્જાયેલી અશાંતિને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ: પશ્ચિમ એશિયામાં અસ્થિરતાને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં સતત વધઘટ નોંધાઈ રહી છે.
ભારતીય બજાર પર તેની અસર
ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ આયાત કરે છે, તેથી વૈશ્વિક સ્થિતિની સીધી અસર સ્થાનિક અર્થતંત્ર પર પડે છે. તેમ છતાં, અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો ન કરીને સરકારે મોંઘવારીને અંકુશમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. નિષ્ણાતોના મતે, જો મધ્ય પૂર્વમાં સ્થિતિ વધુ વણસશે, તો આવનારા દિવસોમાં ઉર્જા ક્ષેત્રે નવા પડકારો ઉભા થઈ શકે છે.