android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
સોશિયલ મીડિયાના 'કિંગ' બન્યા PM મોદી, ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરનારા વિશ્વના પ્રથમ નેતા!

calendar_todayFebruary 26, 2026

સોશિયલ મીડિયાના 'કિંગ' બન્યા PM મોદી, ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરનારા વિશ્વના પ્રથમ નેતા!

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ પ્લેટફોર્મ પર એક નવો ઇતિહાસ રચ્યો છે. સોશિયલ મીડિયાના સૌથી લોકપ્રિય માધ્યમ એવા ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના ફોલોઅર્સની સંખ્યા 10 કરોડ (100 મિલિયન) ને પાર કરી ગઈ છે. આ સિદ્ધિ મેળવનારા તેઓ વિશ્વના પ્રથમ અને એકમાત્ર રાજકીય નેતા બન્યા છે. તેમની આ લોકપ્રિયતા દર્શાવે છે કે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ તેમનું આકર્ષણ સતત વધી રહ્યું છે.

વૈશ્વિક નેતાઓ સાથે તુલના કોણ ક્યાં છે?

જો આપણે વિશ્વના અન્ય શક્તિશાળી નેતાઓ સાથે તુલના કરીએ, તો પીએમ મોદી આ યાદીમાં સૌથી મોખરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા ક્રમે છે. પીએમ મોદીના ફોલોઅર્સની સંખ્યા ટ્રમ્પ કરતા બમણાથી પણ વધુ છે.

અન્ય નેતાઓ: ઇન્ડોનેશિયાના પ્રબોવો સુબિયાન્ટો (1.5 મિલિયન), બ્રાઝિલના રાષ્ટ્રપતિ (1.44 મિલિયન) અને તુર્કીના તૈયપ એર્દોગન (1.16 મિલિયન) જેવા નેતાઓ પીએમ મોદીની સરખામણીએ ઘણા પાછળ છે. આર્જેન્ટિનાના જાવિઅર મેલીના પણ 6.4 મિલિયન ફોલોઅર્સ છે.

==" target="_blank">

==

ભારતીય રાજકારણમાં નિર્વિવાદ વર્ચસ્વ

ભારતની વાત કરીએ તો અહીં પણ પીએમ મોદી અને અન્ય નેતાઓ વચ્ચે મોટું અંતર જોવા મળે છે. યોગી આદિત્યનાથ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી 16.1 મિલિયન ફોલોઅર્સ સાથે ભારતમાં બીજા ક્રમે છે.

રાહુલ ગાંધી: કોંગ્રેસ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી અંદાજે 12.6 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા સ્થાને છે.

લોકપ્રિયતા પાછળનું કારણ

છેલ્લા એક દાયકામાં પીએમ મોદીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ સામાન્ય જનતા અને ખાસ કરીને યુવાનો સાથે જોડાવા માટે ખૂબ જ અસરકારક રીતે કર્યો છે. તેમની પોસ્ટ્સમાં દેશના વિકાસ કાર્યો, વિદેશ પ્રવાસો, સામાન્ય નાગરિકો સાથેની મુલાકાતો અને પ્રેરણાદાયક સંદેશાઓનો સમાવેશ થાય છે. ડિસેમ્બર ૨૦૨૫ના સર્વે મુજબ પણ, તેઓ વિશ્વના સૌથી વધુ 'એપ્રુવલ રેટિંગ' ધરાવતા નેતા તરીકે ઉભરી આવ્યા હતા.

આ પણ વાંચોઃ PM Modi Israel Visit : ઈઝરાયેલની સંસદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું 'ભારતથી મિત્રતાનો સંદેશ લાવ્યો છું'