android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
PM મોદી 15મેએ યુએઈના પ્રવાસે જશે, LPG ક્ષેત્રે મહત્વના એમઓયુ થશે

calendar_todayMay 13, 2026

PM મોદી 15મેએ યુએઈના પ્રવાસે જશે, LPG ક્ષેત્રે મહત્વના એમઓયુ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 મેના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના સત્તાવાર પ્રવાસે જશે. આ મુલાકાત દરમિયાન ભારત અને UAE વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની સંભાવના છે. ખાસ કરીને ઊર્જા, વેપાર અને રોકાણ જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

ભારતની ઊર્જા સુરક્ષા અને સપ્લાય ચેઈનને વધુ મજબૂત બનાવશે

આ પ્રવાસ દરમિયાન LPG ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. ઉપરાંત, બે મહત્વપૂર્ણ MoU પર પણ બંને દેશોની વચ્ચે સહમતિ થવાની અપેક્ષા છે, જે ભારતની ઊર્જા સુરક્ષા અને સપ્લાય ચેઈનને વધુ મજબૂત બનાવશે. આ મુલાકાત દરમિયાન અબુ ધાબીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે, જેમાં બંને દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે અને નવી સહયોગની દિશાઓ નક્કી કરવામાં આવશે.

વ્યૂહાત્મક ભાગીદારીમાં નવા અધ્યાયનો થશે પ્રારંભ

ભારત અને UAE વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધો સતત મજબૂત બન્યા છે. બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ઊર્જા અને ટેકનોલોજી ક્ષેત્રે સહકારમાં નોંધપાત્ર વધારો થયો છે. આ મુલાકાતને આ સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરનાર તરીકે જોવામાં આવી રહી છે. આ પ્રવાસ ભારત માટે ઊર્જા સુરક્ષા દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને LPG અને અન્ય ઊર્જા સંબંધિત સમજૂતીઓ ભારતની વધતી માગને પહોંચી વળવામાં મદદરૂપ થશે. સરકારનું માનવું છે કે UAE સાથેનો સહયોગ ભારતની વૈશ્વિક ઊર્જા નીતિને વધુ મજબૂત બનાવશે અને બંને દેશો વચ્ચે આર્થિક તેમજ વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

આ પણ વાંચો : Oil Crisis વચ્ચે મિત્ર દેશ આવ્યો પડખે, કહ્યું 'ભારતમાં ઊર્જા સપ્લાય ઓછી નહીં થવા દઈએ'