android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
PM E-DRIVE યોજનાને વર્ષ 2028 સુધી સરકારે વધારી, ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરનારા લોકોને થશે મોટો ફાયદો

calendar_todayMarch 29, 2026

PM E-DRIVE યોજનાને વર્ષ 2028 સુધી સરકારે વધારી, ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરનારા લોકોને થશે મોટો ફાયદો

કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે પોતાની મહત્વાકાંક્ષી યોજના PM E-DRIVE યોજનાને માર્ચ 2026થી 2028 સુધી માટે લંબાવી છે. આ નિર્ણયથી હવે ઈલેક્ટ્રિક સ્કૂટર, બાઈક અને ઈ-રિક્શા ખરીદનારાઓને વધુ સમય સુધી સબ્સિડીનો લાભ મળશે, જે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે મોટી રાહતરૂપ છે.

ગ્રાહકોને કેટલી મળશે સબસિડી?

સરકારે ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર માટે સબ્સિડીની સમયમર્યાદા 31 જુલાઈ 2026 સુધી વધારી છે. જોકે, સબસિડીની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ગ્રાહકોને 2,500 રૂપિયા પ્રતિ kWh મુજબ સબસિડી મળશે અને એક વાહન પર મહત્તમ 5,000 રૂપિયાની છૂટ મળશે. આ લાભ માત્ર તેવા ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઈક પર મળશે, જેમની એક્સ-ફેક્ટરી કિંમત 1.5 લાખ રૂપિયા કરતા ઓછી હશે.

ઈ-કાર્ટ માટે સબસિડી 31 માર્ચ 2028 સુધી ઉપલબ્ધ

ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર માટે સરકારે વધુ રાહત આપી છે. ઈ-રિક્શા અને ઈ-કાર્ટ માટે સબસિડી 31 માર્ચ 2028 સુધી ઉપલબ્ધ રહેશે. અહીં પણ 2,500 રૂપિયા પ્રતિ kWh પ્રમાણે સબસિડી મળશે અને મહત્તમ 12,500 રૂપિયાની છૂટ મળશે. આ માટે વાહનની એક્સ-ફેક્ટરી કિંમત 2.5 લાખ રૂપિયા સુધી મર્યાદિત રાખવામાં આવી છે.

સરકારે આ યોજના માટે મોટું બજેટ ફાળવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પ્રદૂષણ ઘટાડવો અને દેશને નેટ ઝીરો ઉત્સર્જન તરફ આગળ વધારવાનો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી ઈલેક્ટ્રિક વાહન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને લોકો ઝડપથી ઈલેક્ટ્રિક મોબિલિટી તરફ વળશે.

આ પણ વાંચો : Amit Shah In Assam: ચૂંટણી મિશન પર અમિત શાહ, કહ્યું કે આસામને ઘુસણખોરોથી મુક્ત કરીશું