android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
PM Kisan Yojana : કેટલાક ખેડૂતોને મળી શકે છે 4,000 રૂપિયા, જાણો ક્યારે જમા થશે 24મો હપ્તો

calendar_todaySeptember 2, 2026

PM Kisan Yojana : કેટલાક ખેડૂતોને મળી શકે છે 4,000 રૂપિયા, જાણો ક્યારે જમા થશે 24મો હપ્તો

દેશભરના ખેડૂતોની નજર હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)ના 24મા હપ્તા પર છે. ખેડૂતોમાં ચર્ચા છે કે ₹2,000નો આગામી હપ્તો તેમના બેન્ક ખાતામાં ક્યારે જમા થશે. યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તા, ચાર-ચાર મહિનાના અંતરે આર્થિક સહાય આપવામાં આવે છે. 

આ ખેડૂતોને મળશે 4000 રૂપિયા 

અગાઉ 23મો હપ્તો જૂનમાં જાહેર કરવામાં આવ્યો હતો. આ ગણતરી મુજબ ચાર મહિનાનો સમયગાળો પૂર્ણ થતાં 24મો હપ્તો ઓક્ટોબરમાં આવવાની શક્યતા છે. ઓક્ટોબરમાં દુર્ગાપૂજા સહિતના તહેવારો હોવાથી તહેવાર પહેલાં ખેડૂતોના ખાતામાં રકમ જમા થવાની આશા છે. આ દરમિયાન કેટલાક પાત્ર ખેડૂતોને આ વખતે ₹2,000ના બદલે ₹4,000 મળી શકે છે. જોકે, આ લાભ તમામ ખેડૂતોને મળશે નહીં. 

જે ખેડૂતોને અગાઉનો એટલે કે 23મો હપ્તો કોઈ કારણસર અટકી ગયો હતો, ખાસ કરીને e-KYC અથવા જમીન ચકાસણી પૂર્ણ ન થવાને કારણે જેમને રકમ મળી નહોતી, તેમને બાકી રકમ અને નવા હપ્તાનો લાભ એકસાથે મળી શકે છે.

આ ખામીઓ દૂર કરવી જરૂરી

જો આવા ખેડૂતોએ હવે જરૂરી e-KYC, જમીન ચકાસણી અથવા દસ્તાવેજ સંબંધિત ખામીઓ દૂર કરી દીધી હોય અને રાજ્ય સરકાર દ્વારા તેમની વિગતોની ચકાસણી બાદ નામ મંજૂર કરવામાં આવે, તો તેમને 23મા હપ્તાના બાકી ₹2,000 અને 24મા હપ્તાના ₹2,000 મળીને કુલ ₹4,000 મળી શકે છે. જે ખેડૂતોને 23મો હપ્તો સમયસર મળી ગયો હતો, તેમને નિયમ મુજબ માત્ર 24મા હપ્તાના ₹2,000 જ મળશે.

આ પણ વાંચો : Jitendra Mishra: કારગિલથી લઈ ઓપરેશન સિંદૂર... કોણ છે માર્શલ જિતેન્દ્ર મિશ્રા? જેમની ચારેકોર થઇ રહી છે ચર્ચા