calendar_todayOctober 23, 2026
PM Modi Delhi : મારી નીતિઓના કેન્દ્રમાં યુવા જ છે, ચિન્મય મહોત્સવમાં બોલ્યા પીએમ મોદી
શુક્રવારે, વડાપ્રધાન મોદીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે 'ચિન્મય અમૃત મહોત્સવ' કાર્યક્રમમાં હાજરી આપી હતી. ચિન્મય મહોત્સવમાં સંબોધન કરતા જણાવ્યું કે આદ્યાત્મિક ઉન્ન્તિને વ્યક્તિગત ઉન્નતિ સાથે જોડો.
આજે ટેક્નોલોજી મારફતે ગુરુદેવ સાથે વાત થઇ-પીએમ મોદી
'ચિન્મય' એ એક એવી વિભાવના છે જેનો ઉદ્ભવ ઋષિ ચિન્મયથી થયો છે. જે 'ચિન્મય' (શુદ્ધ ચેતના) છે, તે સ્વયં અમર છે; તેથી, આ કાર્યક્રમનું નામ ઊંડો અર્થ ધરાવે છે. ટેક્નોલોજીએ આ કાર્યક્રમને વધુ સમૃદ્ધ બનાવ્યો છે. આજે સ્વામીજીના હોલોગ્રામ સાથે સંવાદ સાધતી વખતે એવું અનુભવાયું જાણે હું 33 વર્ષ પાછળ સમયમાં પાછો જતો રહ્યો હોઉં. 1993માં ગુરુદેવ સાથે થયેલી મારી વાતચીત તેમનો સ્નેહ અને આશીર્વાદ સહિત આજે મારી આંખો સમક્ષ જીવંત થઈ ઊઠી.
=" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">
=
દેશના યુવાનો મારા પ્રયાસોના કેન્દ્રસ્થાને - પીએમ મોદી
તેમને મળ્યાના થોડા વર્ષો બાદ, જનતાના આશીર્વાદથી મને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા કરવાની તક મળી. ત્યારથી, હું સરકારના વડા તરીકે રાષ્ટ્રની સેવા કરી રહ્યો છું. આ સમગ્ર સમયગાળા દરમિયાન, દેશના યુવાનો મારા પ્રયાસોના કેન્દ્રસ્થાને રહ્યા છે.
ભાગલા પાડતી તાકાતો વિરુદ્ધ એકજૂથ થાઓ- પીએમ મોદી
ભાગલા પાડતી તાકાતો સામે એક જૂથ થવાનું છે. આત્મનિર્ભરતા માટે દેશને જાગૃત કરવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશનો વિકાસ અને ગૌરવ તે તમામનુ લક્ષ્ય છે.
ઋષિમુનિઓનું વિઝન એ આપણી શક્તિ- પીએમ મોદી
આજે સમગ્ર ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી એક સાંસ્કૃતિક નવજાગરણ આકાર લઈ રહ્યું છે. પછી તે અયોધ્યામાં રામ મંદિર હોય, ઉજ્જૈનમાં મહાકાલ ધામ હોય, કે પછી કેદારનાથ અને બદ્રીનાથ હોય, આ પરિવર્તન દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે.
એક સમય એવો હતો જ્યારે ભારતમાંથી ઘણી મૂર્તિઓ ચોરાઈને વિદેશ લઈ જવામાં આવતી અને ત્યાં વેચી દેવામાં આવતી. ત્યારે તેમની સંભાળ રાખનાર કે તેમને પાછી લાવવાનો પ્રયાસ કરનાર કોઈ નહોતું. છેલ્લાં 12 વર્ષોમાં, અમે આવી 600 મૂર્તિઓને પરત લાવ્યા છીએ. આજે આપણો દેશ આપણા ઋષિ-મુનિઓ અને દેશભક્તોએ કલ્પેલી દિશામાં આગળ વધી રહ્યો છે. તેમનું વિઝન (દ્રષ્ટિકોણ) જ આપણી શક્તિ છે.
=