android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
PM Modi Emmanuel Macron Press Conference: રાફેલ, હેલિકોપ્ટર અને સબમરીન માટે કરાઇ સમજૂતિ, પીએમ મોદી-મૈક્રોનું સંબોધન

calendar_todayFebruary 17, 2026

PM Modi Emmanuel Macron Press Conference: રાફેલ, હેલિકોપ્ટર અને સબમરીન માટે કરાઇ સમજૂતિ, પીએમ મોદી-મૈક્રોનું સંબોધન


સ્વાસ્થ્ય ક્ષેત્રે AI મામલે કરાર કરાયા હોવાનું પીએમ મોદીએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યુ હતુ.

પીએમ મોદી-મૈક્રોની વચ્ચે મુલાકાત

ભારતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રો 3 દિવસની યાત્રાએ છે. આ પ્રવાસ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે મહત્ત્વના કરારો થવાના છે. બન્ને દેશ વચ્ચે સંયુક્ત ભાગીદારી હાથ ધરાશે. મુંબઇના લોકભવનમાં પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રો વચ્ચે મુલાકાત થઇ હતી અને બેઠક દરમિયાન મહત્ત્વની સમજૂતિ કરાઇ હતી. પીએમ મોદીએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યુ હતુ કે, ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતાનો આ નવો અધ્યાય છે.

ઇમેનુએલ મૈક્રોનું સંબોધન

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રોએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યુ હતુ કે, ભારત અને ફ્રાન્સના સંબંધો તેજ ગતિએ આગળ વઘી રહ્યા છે. ટેક્નોલોજી ક્ષેત્રે વિવિધ સમજૂતિઓ કરાઇ છે. જે આગામી પેઢી માટે મહત્ત્વની સાબિત થશે. મનોરંજન ક્ષેત્રે સહયોગ વધશે. આ ઉપરાંત આર્થિક અને વેપાર ક્ષેત્રે પણ કરાર કરાયા હોવાથી બન્ને દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રોએ વધુમાં કહ્યુ હતુ કે, દિલ્હીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતો રહીશ.

ઉષ્માભર્યુ સ્વાગત

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રો ભારત અને પીએમ મોદીનો ઉષ્માભર્યા સ્વાગત કરવા માટે આભાર માન્યો હતો. હાઇસ્પીડ નેટવર્ક માટે ભારત અને ફ્રાન્સ સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રોએ કહ્યુ હતુ કે, સોલાર અને એઆઇ ક્ષેત્રે પણ મહત્ત્વના કરાર હાથ ધરાયા છે. સંરક્ષણ ક્ષેત્રે રાફેલ, હેલિકોપ્ટર અને સબમરીન માટે કરાઇ સમજૂતિ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ