calendar_todayMay 4, 2026
PM Modi In Kamlam : આજથી બંગાળ ભય મુક્ત થયું, ભવ્ય જીત જનતાને સમર્પિત : PM મોદી
પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપની ભવ્ય જીત થઈ છે અને પાર્ટીએ 200થી વધુ સીટ પર જીત મેળવી છે. આ સાથે જ આસામ અને પુડ્ડુચેરીમાં પણ ભાજપની શાનદાર જીત થઈ છે, ત્યારે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો જીતનો જશ્ન મનાવી છે. ત્યારે ભાજપના મોટા નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપના દિલ્હી ખાતેના હેડ ક્વાર્ટર પર પહોંચ્યા છે અને જીતનો જશ્ન મનાવી રહ્યા છે.
વડાપ્રધાન મોદી હેડક્વાર્ટર પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા અને તેમનું સ્વાગત નારાબાજી કરીને કર્યું. કાર્યકરોએ 4 મે, TMC ગઈના નારા લગાવ્યા. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ત્યારબાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું.
હું જનતાને આદરપૂર્વક નમન કરૂં છું: PM મોદી
ભારત માતાની જયના નારા સાથે વડાપ્રધાને સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે આજનો દિવસ અભૂતપૂર્વ છે. દેશના દરેક ભાજપ કાર્યકરને વડાપ્રધાન મોદીએ જીતની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આજનો દિવસ વિશ્વાસનો છે, હું જનતાને આદરપૂર્વક નમન કરૂં છું. વડાપ્રધાને કહ્યું કે ભાજપ આસામ, પશ્ચિમ બંગળ અને પુડ્ડુચેરી સહિત અનેક પેટા ચૂંટણીમાં જીત મેળવી છે.
ગંગોત્રીથી ગંગા સાગર સુધી માત્ર કમળ જ ખીલ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજનો દિવસ ભારતના લોકતંત્ર માટે મહત્વપૂર્ણ છે અને આ જીત માત્ર એક રાજકીય સફળતા નથી પરંતુ બંધારણની જીત છે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં સફળતા માટે નીતિન નવીનનું નેતૃત્વ અમૂલ્ય રહ્યું. મોદીએ ઉમેર્યું કે “ગંગોત્રીથી ગંગાસાગર સુધી માત્ર કમળ જ ખીલ્યું છે,” જે ભાજપની વ્યાપક જીતનો સંકેત આપે છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન આપતાં કહ્યું કે તેમણે ફરી એકવાર મહેનત કરીને કમળ ખીલાવી દીધું છે અને પાર્ટીને મોટી જીત અપાવી છે.
આજથી બંગાળ ભયમુક્ત થયું છે
વડાપ્રધાને વધુમાં કહ્યું કે આજથી એટલે કે 4 મેથી બંગાળ ભયમુક્ત થયું છે. શ્યામાપ્રસાદ મુખર્જીએ સમૃદ્ધ બંગાળનું સપનું જોયું હતું, આજે શ્યામાપ્રસાદ મુખર્જીના આત્માને ખુબ શાંતિ મળશે. વડાપ્રધાને ચૂંટણી સ્ટાફ અને અધિકારીઓનો પણ આભાર માન્યો અને અભિનંદન પણ પાઠવ્યા. આ ભવ્ય જીત બંગાળની જનતાને સમર્પિત કરૂં છું.
અમારો મંત્ર છે નાગરીક દેવો ભવ:
આજે 20થી વધુ રાજ્યોમાં ભાજપ એનડીએ સરકાર, અમારો મંત્ર છે નાગરીક દેવો ભવ: ગુજરાતમાં દરેક ચૂંટણીમાં જનતા ભાજપને આશિર્વાદનો રેકોર્ડ બનાવે છે. આ વખતે ગુજરાતમાં હાઇએસ્ટ વોટશેર મળ્યો, ભાજપની ગુડ ગવર્નન્સનું આ ઉહાદરણ છે.
શ્યામાપ્રસાદ મુખર્જીના આત્માને આજે શાંતિ મળી હશે
શ્યામાપ્રસાદ મુખર્જીના આત્માને આજે શાંતિ મળી હશે, તેમણે જનસંઘની સ્થાપના કરી, ડો.મુખર્જીએ પ.બંગાળને ભારતનો ભાગ રાખવા લડાઇ લડી હતી. તેમણે સમૃદ્ધ બંગાળનું સપનું જોયું હતું, આજે બંગાળની જનતાએ ભાજપના કાર્યકરોને આ અવસર આપ્યો છે.