android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
PM Modi in Rajya Sabha: અત્યારે દેશની પરીક્ષા.. યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે, રાજ્યસભામાં બોલ્યા પીએમ મોદી

calendar_todayMarch 24, 2026

PM Modi in Rajya Sabha: અત્યારે દેશની પરીક્ષા.. યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે, રાજ્યસભામાં બોલ્યા પીએમ મોદી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિથી સૌ કોઇ વાફેફ છે. ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે નાગરિકોમાં દહેશતની સ્થિતિ છે. ગેસ અને ઓઇલના ભાવોમાં વધારો થતા નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની ગંભીર અસરો જોવા મળી છે. ત્યારે મિડલ ઇસ્ટમાં સંકટને લઇને પીએમ મોદી રાજ્યસભામાં સંબોધન કરી રહ્યા છે.

યુદ્ધે દુનિયાની અર્થવ્યવસ્થા હચમચાવી નાખી- પીએમ મોદી 

પીએમ મોદીએ જણાવ્યું કે તેલ ગેસની જે રૂટિન સપ્લાય હતી તે પ્રભાવિત થઇ છે. યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે. હોર્મુઝથી જહાંજોનું આવવુ પડકાર ભર્યુ છે.  હોર્મુઝમાં જહાજો રોકવા અસ્વીકાર્ય છે. 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારતે મોટાભાગના પશ્ચિમ એશિયાઈ દેશોના વડાઓ સાથે બે વાર વાત કરી છે. અમે બધા ખાડી દેશો સાથે સતત સંપર્કમાં છીએ. અમે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા સાથે પણ સંપર્કમાં છીએ. અમારું લક્ષ્ય વાતચીત અને રાજદ્વારી દ્વારા આ ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાનું છે. અમે તેમની સાથે તણાવ ઓછો કરવા અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા વિશે પણ વાત કરી છે. વાણિજ્યિક જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટ જેવા આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગમાં અવરોધ અસ્વીકાર્ય છે. ભારતે નાગરિકો, નાગરિક માળખાગત સુવિધાઓ અને ઊર્જા અને પરિવહન સંબંધિત માળખાગત સુવિધાઓ પર હુમલાનો વિરોધ કર્યો છે. યુદ્ધના આ સમયમાં પણ ભારત ભારતીય જહાજોના સલામત માર્ગ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ કટોકટીના ઉકેલ માટે ભારતે વાતચીતનું સૂચન કર્યું છે. આ યુદ્ધમાં કોઈપણના જીવ પર ખતરો માનવજાતના હિતમાં નથી. તેથી ભારતના પ્રયાસો શાંતિપૂર્ણ ઉકેલો માટે તમામ પક્ષોને પ્રોત્સાહિત કરવાના રહ્યા છે.


હોર્મુઝમાં મોટી સંખ્યામાં ભારતીય ક્રૂ ફસાયેલા- પીએમ મોદી 

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે લગભગ  1 કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને કામ કરે છે. તેમના જીવન અને આજીવિકાનું રક્ષણ કરવું એ ભારત માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં અનેક જહાજો ફસાયેલા છે. ભારતીય ક્રૂ સભ્યો મોટી સંખ્યામાં તે જહાજોમાં ફસાયેલા છે. આ પણ ભારત માટે મોટી ચિંતાનું કારણ છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં, ભારતના ઉપલા ગૃહ દ્વારા શાંતિ અને સંવાદનો સંયુક્ત અવાજ ઉઠાવવો મહત્વપૂર્ણ છે.

આ સંકટ દેશની પરીક્ષા લેશે- પીએમ મોદી

આ સંકટદેશની મોટી પરીક્ષા લેવાનો છે. રાજ્યસરકારોને અપીલ કરી છે કાળા બજારી અને જમાખોરી કરનારા સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે. જરૂરિયાતની ચીજવસ્તુ સરળતાથી મળી રહે તે જવાબ દારી રાજ્યસરકારની રહેશે. પીએમ મોદીએ કહ્યું કે યુદ્ધને લઇને પળેપળે સ્થિતિ બદલાઇ રહી છે. દેશવાસીઓએ દરેક પડકાર માટે તૈયાર રહેવુ પડશે. તેના દુષ્પ્રભાવ લાંબા સમય સુધી રહેવાની આશંકા છે. પણ સરકાર સતર્ક છે, ગંભીર છે અને નિર્ણયો લઇ રહી છે.દેશની જનતાનું હિત સર્વોપરી છે.


કોરોનાકાળનું આપ્યું ઉદાહરણ


સંકટ ભલે ગમે તેટલો મોટો હોય પણ ભારતનો વિકાસ જાળવી રાખવા માટે દરેકની જવાબદારી છે. તેના માટે દરેક જરૂરી પગલા અને રિફોર્મ કરતા રહેવુ પડશે. રાજ્યસરકાર પાસે એક અવસર છે અને પરીક્ષા પણ છે. કોરોનાકાળમાં ટીમ ઇન્ડિયા બનીને શ્રેષ્ઠ મોડલ સામે રાખ્યું હતું. વેક્સિનેશનથી લઇને જરૂરી ચીજવસ્તુઓ ટીમ ઇન્ડિયાને કારણે જ મળી રહી હતી. આમા પણ તે પ્રમાણે જ કામ કરવાનું છે.