calendar_todayApril 23, 2026
PM Modi in West Bengal: ઝાલમુરી મે ખાધી, પણ મરચા TMCને લાગ્યા, પશ્ચિમ બંગાળમાં બોલ્યા પીએમ મોદી
આજે પશ્ચિમ બંગાળની 152 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. ત્યારે બીજા ફેઝ માટે ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. પીએમ મોદી પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરમાં સભા સંબોધી. તેમણે કહ્યું કે 4 મેના રોજ મિઠાઇ અને ઝાલમુરી વેહેંચાશે. કારણ કે ટીએમસીનું બંગાળમાંથી જવુ નિશ્ચિત છે. ટીએમસીનું લૂટનું મોડલ બધાએ જોયુ. બંગાળમાં કમળ ખીલશે તે નક્કી છે.
બંગાળની બહેનો માટે 10 ગેરંટી- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 4 મે બાદ બંગાળમાં સુરક્ષાની ગેરંટી આપુ છું. ટીએમસીના રાજમાં ઘૂસણખોરો બેફામ બન્યા છે. અમારી સરકાર આવતા જ શરણાર્થીઓને નાગરિકતા અપાશે. અમે શરણાર્થીઓની સાથે ઉભા છીએ. ટીએમસીના રાજમાં દીકરીઓ સુરક્ષિત નથી. પરંતુ અમારી સરકાર આવશે તો તમને કોઇ હાથ પણ નહીં લગાવે. બંગાળની દીકરીઓએ ભયમુક્ત જીવવુ જોઇએ. ટીએમસીથી ડરવાની જરૂર નથી.