android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
PM Modi In West Bengal: બંગાળમાંથી TMCની વિદાય જરૂરી, માલદામાં PMએ મમતા પર સાધ્યુ નિશાન

calendar_todayJanuary 17, 2026

PM Modi In West Bengal: બંગાળમાંથી TMCની વિદાય જરૂરી, માલદામાં PMએ મમતા પર સાધ્યુ નિશાન

પીએમ મોદીએ કોલકાતામાં વંદેભારત સ્લીપર ટ્રેનને લીલીઝંડી બતાવી. આ ઉપરાંત વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું. ત્યારે આ પ્રસંગે પીએમ એ   સંબોધન કરતા કહ્યું કે હવે પશ્ચિમ બંગાળને કુશાસનમાંથી મુક્તિ અપાવવાની છે. ટીએમસીનું ધ્યાન જનતા પર નહીં પણ લૂંટ પર છે. તેઓને ગરીબોની ચિંતા નથી. તેઓ પોતાની તિજોરી ભરી રહ્યા છે. ટીએમસી સરકાર નિર્દયી છે. 

બંગાળમાં વિકાસની ગંગા વહેશે- પીએમ મોદી 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કેન્દ્રની સરકાર જે પૈસા મોકલે છે તે ટીએમસી લૂંટી લે છે. ટીએમસીની સરકાર જ બંગાળનો વિકાસ રોકી રહી છે.  પણ હવે બીજેપીની સરકાર પશ્ચિમ બંગાળમાં બનશે. હવે બંગાળમાં વિકાસની ગંગા વહેશે. બંગાળના દરેક ખૂણામાં, ભાજપ હેઠળ સુશાસનની સરકાર છે. હવે બંગાળનો સુશાસનનો વારો છે. તેથી જ, બિહાર ચૂંટણીમાં વિજય પછી, મેં કહ્યું હતું કે મા ગંગાના આશીર્વાદથી, હવે બંગાળમાં પણ વિકાસની નદી વહેશે, અને ભાજપ આ શક્ય બનાવશે...

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો પર શું બોલ્યા પીએમ મોદી ? 

મહારાષ્ટ્રમાં કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અંગે પીએમ મોદીએ કહ્યું કે  મહારાષ્ટ્રમાં બીજેપીની ઐતિહાસિક જીત, બીએમસીમાં પહેલીવાર બીજેપીની જીત થઇ છે. ઝેન Z ને પણ વિકાસ મોડલ પસંદ આવી રહ્યું છે. ઝેન Z વિકાસ પર ભરોસો કરી રહી છે. 

મહારાષ્ટ્રમાં શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર થયા હતા. આ ચૂંટણીઓમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ખાસ કરીને, વિશ્વના સૌથી મોટા મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંના એક, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માં ભાજપે પહેલી વાર મુંબઈમાં રેકોર્ડ જીત મેળવી છે, જે મહારાષ્ટ્રના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટના છે. થોડા દિવસો પહેલા, ભાજપે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં પણ પોતાનો પહેલો મેયર ચૂંટ્યો હતો. આ દર્શાવે છે કે જે સ્થળોએ ભાજપ માટે ચૂંટણી જીતવી અશક્ય માનવામાં આવતી હતી, ત્યાં પણ હવે પાર્ટીને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે.

વિશ્વાસ છે કે બંગાળમાં પણ ભાજપની જીત થશે- પીએમ મોદી 

આ દેશના મતદારો, ખાસ કરીને યુવા પેઢી, ભાજપના વિકાસ મોડેલમાં કેટલો અપાર વિશ્વાસ ધરાવે છે તે દર્શાવે છે. જે વિસ્તારોમાં વર્ષોથી ભાજપ વિશે જૂઠાણા અને અફવાઓ ફેલાવવામાં આવતી હતી, ત્યાં પણ મતદારો હવે અમને તેમના આશીર્વાદ આપી રહ્યા છે. આજે તમારો ઉત્સાહ જોઈને, મને વિશ્વાસ છે કે આ વખતે બંગાળના લોકો પણ ભાજપ માટે જબરદસ્ત જીત સુનિશ્ચિત કરશે."

વધુ વાંચો- BMC Election Results: મારુ ઘર તોડનારાને જનતાને પાઠ ભણાવ્યો, ઉદ્ધવ ઠાકરેની હાર પર બોલી કંગના રનોત