android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Porbandar: ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું જોઈન્ટ ઓપરેશન, 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત

calendar_todayFebruary 17, 2026

Porbandar: ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું જોઈન્ટ ઓપરેશન, 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નશાના સોદાગરોને મોટો ઝટકો આપ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોરબંદર નજીક મધદરિયેથી 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

પોરબંદરમાં મધદરિયેથી 200 કિલોથી વધુ ડ્રગ્સ ઝપ્ત

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના કિનારે ઉતારવાની પેરવી હતી. જોકે, સુરક્ષા એજન્સીઓએ સમયસૂચકતા વાપરીને બે ઈરાની નાગરિકોને ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા હોવાનું અનુમાન છે.

આજે પોરબંદર જેટી પર લવાશે

ATSની ટીમ આ બંને આરોપીઓ અને ડ્રગ્સના જથ્થાને આજે પોરબંદર જેટી પર લાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરિયામાં હવામાન પ્રતિકૂળ હોવા છતાં સુરક્ષા એજન્સીઓએ સફળતાપૂર્વક આ ઓપરેશન પૂર્ણ કર્યું છે. જોકે, હજુ સુધી કોસ્ટ ગાર્ડ કે ATS દ્વારા સત્તાવાર પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી નથી, પરંતુ જેટી પર પહોંચ્યા બાદ સમગ્ર મામલે મોટો ખુલાસો થવાની શક્યતા છે.