android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Porbandar: LCBએ ઓડદર રોડ પરથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી

calendar_todayJanuary 23, 2026

Porbandar: LCBએ ઓડદર રોડ પરથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી

 પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાંચે (LCB) એક સફળ દરોડો પાડીને વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથેની લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે. જોકે, પોલીસને જોઈને કાર ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.

બાતમીના આધારે વોચ અને કાર્યવાહી

LCBના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ દાસા અને કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણને સચોટ બાતમી મળી હતી કે એક સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો ઓડદર ગામના રસ્તેથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે વોચ ગોઠવી હતી.

મુદ્દામાલની વિગત

જ્યારે શંકાસ્પદ ક્રેટા કાર ત્યાંથી પસાર થઈ, ત્યારે પોલીસને જોઈને ચાલક ગભરાઈ ગયો હતો. તેણે કાર ઉભી રાખી દીધી અને અંધારાનો ફાયદો ઉઠાવી રફુચક્કર થઈ ગયો હતો. પોલીસે જ્યારે કારની તલાશી લીધી ત્યારે તેમાંથી 336 નાની-મોટી બોટલો. 96 નંગ ટીન.કુલ જથ્થો 432 નંગ (કિંમત રૂ. 3,85,920/-).હ્યુન્ડાઈ ક્રેટા કાર (કિંમત રૂ. 5,00,000/-).કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. 8,85,920/-.મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આ પણ વાંચો: મેડિકલ કોલેજ પાછળ હથિયાર સાથે ફરતો શખ્સ ઝડપાયો, SOGએ તમંચો અને કાર્તૂસ કબજે કર્યા