android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Porbandar News: વાઈબ્રન્ટ સમિટમાં જિલ્લામાં 230 કરોડના રોકાણ માટે 337 MoU થયા

calendar_todayJanuary 19, 2026

Porbandar News: વાઈબ્રન્ટ સમિટમાં જિલ્લામાં 230 કરોડના રોકાણ માટે 337 MoU થયા

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રે નવા પ્રાણ ફૂંકાયા છે. સંયુક્ત ઉદ્યોગ કમિશનર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ડી.આર.પરમારે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે,પોરબંદર હવે માત્ર મત્સ્યોદ્યોગ પૂરતું મર્યાદિત ન રહેતા સર્વિસ સેક્ટર, ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગમાં પણ હરણફાળ ભરી રહ્યું છે.વર્ષ ૨૦૨૨માં જિલ્લામાં જ્યાં ૭,૬૦૦ જેટલા ઉદ્યોમીઓ નોંધાયેલા હતા,તે આંકડો ૨૦૨૫ માં વાઈબ્રન્ટ ગુજરાત રીજન્લ કોન્ફર્ન્સના જિલ્લા સ્તરીય કાર્યક્રમના અંતે ૨૦,૦૦૦ને પાર કરી ગયો છે.

સી-ફૂડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોકાણકારોએ વધુ રસ દાખવ્યો

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, પોરબંદર જિલ્લામાં ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરાયેલી પહેલના પરિણામે જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ ગુજરાત પ્રોગ્રામમાં કુલ ૩૩૭ જેટલા એમઓયુ (MOU) થયા છે, જેના દ્વારા આશરે રૂ. ૨૩૦ કરોડથી વધુનું રોકાણ આવવાની શક્યતા છે.આ રોકાણોમાં મુખ્યત્વે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ તેમજ સી-ફૂડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોકાણકારોએ વધુ રસ દાખવ્યો છે. ખાસ કરીને પોરબંદરની કૃષિ પેદાશો જેવી કે મગફળી (સિંગદાણા) અને બરડા ડુંગરની કેરીઓના પલ્પને પ્રોસેસ કરીને આખરી ઉત્પાદન તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, મિનરલ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝમાં પણ નવા સાહસો આકાર લઈ રહ્યા છે.

જિલ્લામાં માળખાકીય સુવિધાઓને પણ વેગ

તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, ઉદ્યોગોના વિકાસ માટે જિલ્લામાં માળખાકીય સુવિધાઓને પણ વેગ આપવામાં આવી રહ્યો છે. જીઆઈડીસી એસ્ટેટ અને ખાસ સી-ફૂડ પાર્ક જેવી સુવિધાઓમાં નવીનતમ પહેલ સાથે ઔદ્યોગિક પ્રગતિને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. સરકારની આ યોજનાઓ અને રોકાણકારોના ઉત્સાહને જોતા આગામી સમયમાં પોરબંદર જિલ્લો પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવશે, જે સ્થાનિક રોજગારી અને અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થશે.


આ પણ વાંચોઃ Vadodara News: કેજરીવાલ રાજકીય રોટલા શેકવા નીકળ્યા છે, ચૂંટણી આવી એટલે વડોદરા દેખાયું: કેતન ઈનામદાર