android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Porbandar News: ઘોડાદરના ગંજપીર ધામે 5000 કિલો ખજૂરનો પ્રસાદ ચડાવાયો, એકતા અને આસ્થાનો અનોખો સંગમ

calendar_todayMarch 4, 2026

Porbandar News: ઘોડાદરના ગંજપીર ધામે 5000 કિલો ખજૂરનો પ્રસાદ ચડાવાયો, એકતા અને આસ્થાનો અનોખો સંગમ

પોરબંદર જિલ્લાના માધવપુર નજીક આવેલા ઘોડાદર ગામ આજે આસ્થા અને કોમી એકતાના રંગે રંગાયું હતું. અહીં ગંજપીર ધામ તરીકે ઓળખાતી પવિત્ર જગ્યા પર હજારો વર્ષ જૂની પરંપરા મુજબ ભવ્ય મેળો અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધામની વિશેષતા એ છે કે, અહીં શ્રદ્ધાળુઓ ખજૂર અર્પણ કરીને પોતાની માનતા પૂરી કરે છે.

5000 કિલો ખજૂરનો પ્રસાદ અને અનોખો નિયમ

ગંજપીર દાદાના દરબારમાં દર વર્ષે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે પણ અંદાજે 5000 કિલો જેટલો ખજૂરનો પ્રસાદ એકઠો થયો હતો. જોકે, આ સ્થળની એક અત્યંત રોચક અને વર્ષો જૂની પરંપરા છે. પ્રસાદીમાં આવેલી ખજૂર કોઈ પણ વ્યક્તિ ગામની બહાર લઈ જઈ શકતું નથી. શ્રદ્ધાળુઓ ગંજપીર ધામના પટાંગણમાં બેસીને ગમે તેટલો પ્રસાદ ગ્રહણ કરી શકે છે, પરંતુ તેને ગામની સીમા ઓળંગાવી શકાતી નથી.

હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક

ગંજપીર ધામ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે હિન્દુ અને મુસ્લિમ સમાજની એકતાનું અજોડ પ્રતીક છે. બંને ધર્મના લોકો અહીં શિશ નમાવે છે અને ગંજપીર દાદાની મનોકામના પૂર્ણ કરવા માટે ખજૂરની માનતા માને છે. મેળાના પટાંગણમાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ અનોખી પરંપરાને કારણે ઘોડાદર ગામનું ગંજપીર ધામ સમગ્ર સૌરાષ્ટ્રમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે.


આ પણ વાંચો - Porbandar News : પોરબંદરમાં હોળી બાદ મહેર સમાજની અનોખી ઐતિહાસિક પંરપરા, મણિયારો રાસ ફરીથી એક વાર ભવ્ય રીતે રમાયો