android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Prantijના કરોલ ગંડેરી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત: પૂરઝડપે આવેલી કારે ભાઈ-બહેન અને બાળકને કચડ્યા!

calendar_todayAugust 29, 2026

Prantijના કરોલ ગંડેરી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત: પૂરઝડપે આવેલી કારે ભાઈ-બહેન અને બાળકને કચડ્યા!

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા કરોલ ગંડેરી પાસે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે રોડની સાઈડમાંથી પસાર થઈ રહેલા ભાઈ-બહેન અને એક વર્ષના નિર્દોષ બાળકને જોરદાર અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં 13 વર્ષીય હિતેશ સોલંકીનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓના કારણે કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે.

માતા અને એક વર્ષના પુત્રને ગંભીર ઈજાઓ

આ અકસ્માતમાં મૃતક કિશોરની બહેન અનિતાબેન અને તેમના એક વર્ષના માસૂમ પુત્ર રણવીરસિંહને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તરત જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાંતિજ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેમની તબિયત વધુ નાજુક જણાતાં તેમને વધુ સઘન સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પોલીસે કારચાલકની કરી અટકાયત 

અકસ્માત અંગેની જાણ થતાં જ 108ની ટીમ સાથે પ્રાંતિજ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક કિશોરના શબને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યું હતું. આ સાથે જ પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકની સ્થળ પરથી જ અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ જઈ અકસ્માતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો