calendar_todayMay 13, 2026
Prantij: પ્રાંતિજના તાજપુર હાઈસ્કૂલ પાસે અકસ્માત, 2 ઇજાગ્રસ્ત
પ્રાંતિજ : પ્રાંતિજ તાલુકામાં આવેલા તાજપુર હાઈસ્કૂલ નજીક એક બાઇકચાલક પ્રાંતિજ તરફ્થી મજરા તરફ્ જઈ રહ્યો હતો. દરમિયાન તાજપુર હાઈસ્કૂલ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક વ્યક્તિને બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇકચાલક તેમજ રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો