android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Prantij : ભ્રષ્ટાચારનો RCC ખેલ, રોડ પૂર્ણ થાય તે પહેલા જ તિરાડો પડી, લોખંડના સળિયાના અંતરમાં પણ મોટાપાયે ગેરરીતિ

calendar_todayMay 1, 2026

Prantij : ભ્રષ્ટાચારનો RCC ખેલ, રોડ પૂર્ણ થાય તે પહેલા જ તિરાડો પડી, લોખંડના સળિયાના અંતરમાં પણ મોટાપાયે ગેરરીતિ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં જાહેર નાણાંના મોટાપાયે ધુમાડા થઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રાંતિજ ત્રણ રસ્તાથી રેલ્વે સ્ટેશન સુધી અંદાજે 14 કરોડ રૂપિયાના માતબર ખર્ચે બની રહેલા RCC રોડના કામમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે રસ્તો હજુ તૈયાર પણ નથી થયો ત્યાં તેમાં મોટી તિરાડો પડવા લાગી છે.

સળિયાના અંતરમાં ગોલમાલ અને હલકી ગુણવત્તા

રોડના બાંધકામમાં વપરાતા લોખંડના સળિયાના અંતરને લઈને પણ ગંભીર સવાલો ઉભા થયા છે. નિયત માપદંડોને નેવે મૂકીને સળિયાઓ વચ્ચે એક-એક ફૂટ જેટલું અંતર રાખવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે, જે રસ્તાની મજબૂતી સામે મોટો પ્રશ્નાર્થ ચિન્હ છે. અગાઉ પણ પ્રાંતિજમાં 9 કરોડના ખર્ચે બનેલો ડામર રોડ માત્ર 9 મહિનામાં જ બિસ્માર થઈ ગયો હતો, ત્યારે હવે આ 14 કરોડના પ્રોજેક્ટમાં પણ તેવી જ સ્થિતિ સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

ગાંધીનગરથી વિજિલન્સ તપાસની માંગ

રસ્તાની કામગીરીમાં દેખાઈ રહેલી આ અનિયમિતતાઓને પગલે જાગૃત નાગરિકો અને સ્થાનિક આગેવાનો મેદાને આવ્યા છે. તેમણે ગાંધીનગરથી ક્વોલિટી કંટ્રોલની ટીમ બોલાવી આ સમગ્ર પ્રોજેક્ટની વિજિલન્સ તપાસ કરવાની ઉગ્ર માંગ કરી છે. જો યોગ્ય તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


આ પણ વાંચો----     Bhavnagar : સોની દંપતી હત્યા કેસમાં મોટો ખુલાસો, શ્રવણ બન્યો કસાઈ, પત્ની સાથે મળી માતા પિતાની હત્યા કરી