android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Prashant Tamang Death News: પ્રશાંત તમાંગના નિધનથી સંગીત જગતમાં શોક, અગાઉ પણ નાની ઉંમરમાં ગાયકોએ દુનિયાને કહ્યુ છે અલવિદા

calendar_todayJanuary 11, 2026

Prashant Tamang Death News: પ્રશાંત તમાંગના નિધનથી સંગીત જગતમાં શોક, અગાઉ પણ નાની ઉંમરમાં ગાયકોએ દુનિયાને કહ્યુ છે અલવિદા


અગાઉ પણ ઇન્ડિયન આઇડલ-2ના વિનર સંદિપ આચાર્યનું માત્ર 29 વર્ષની ઉંમરે કમળાના કારણે નિધન થયુ હતુ.

હાર્ટ અટેકના કારણે થયુ મોત

પ્રશાંત તમાંગનું હાર્ટ અટેકના કારણે નિધન થયુ છે. દિલ્હીના જનકપુરી વિસ્તારમાં સ્થિત તેમના ઘરમાં પ્રશાંત તમાંગે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને હાર્ટ અટેક બાદ દ્વારકાના હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા. અરુણાચલ પ્રદેશમાં એક કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ દિલ્હી પરત ફર્યા હતા. હાર્ટ અટેક પહેલા તેમને કોઇપણ બીમારી અંગે પરેશાની ન હતી. તેઓએ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી હતી. પરંતુ સંગીતનો શોખ હોવાના કારણે તેઓએ બાદમાં ઓર્કેસ્ટ્રા જોઇન્ટ કર્યો હતો.

સંદીપ આચાર્યનું પણ નાની ઉંમરે નિધન

ઇન્ડિયન આઇડલ-2ના વિજેતા સંદીપ આચાર્યએ 29 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યુ હતુ. તેઓ કમળાથી પીડિત હતા. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયુ હતુ. મેદાંતા હૉસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2004માં સંદીપ આચાર્યએ રાજસ્થાનમાં સિંગિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને 'ગોલ્ડન વોઇસ ઓફ રાજસ્થાન' નામની સ્પર્ધામાં બીજા ક્રમે રહ્યા હતા. બાદમાં તેઓએ ઇન્ડિયન આઇડલ-2માં સ્પર્ધક રહ્યા હતા. અને શોની ટ્રોફી પોતાના નામે કરી હતી.

18 વર્ષે બન્યો વિજેતા, 19 વર્ષે દુનિયાને અલવિદા

રિયાલીટી શો 'વોઇસ ઓફ ઇન્ડિયા'ના વિજેતા ઇશ્મીત સિંહે માત્ર 19 વર્ષની ઉંમરે દુનિયા છોડી હતી. તેઓએ સ્વીમીંગ પુલમાં ડૂબી જતા તેમનું નિધન થયુ હતુ. તેમનો પ્રથમ આલ્બમ 'સતગુરુ તુમરે કાજ સવારે' હતો. જેને લોકોએ વધુ પસંદ કર્યો હતો. ઇશ્મીતે માત્ર 17 વર્ષની ઉંમરે 'વોઇસ ઓફ ઇન્ડિયા' નામના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અને 19 વર્ષની ઉંમરે સંગીત જગતને અલવિદા કહી યાદોમાં સ્થાન બનાવ્યુ હતુ.

જુબિન ગર્ગની રહસ્યમ મોત

અસમના પ્રખ્યાત બોલીવુડ સિંગર જુબિન ગર્ગના મોત બાદ સમગ્ર દેશમાં હલચલ જોવા મળી હતી. સપ્ટેમ્બર 2025માં સિંગાપુરમાં સ્કૂબા ડાઇવિંગ દરમિયાન તેમનું મોત થયુ હતુ. તેમની મોત માટે મેનેજર સિદ્ધાર્થ શર્મા સહિત અન્ય લોકોનો હાથ હોવાનું સામે આવ્યુ છે. જુબિન ગર્ગના અંતિમ સંસ્કારમાં સમગ્ર અસમ ઉમટ્યુ હતુ. તેમના અંતિમ સંસ્કારમાં એકત્ર થયેલી ભીડની સંખ્યાને 'ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં સ્થાન મળ્યુ છે.

ગાયક કેકેની 'અર્લી એક્ઝીટ'

પ્રખ્યાત સિંગર કેકે એ 53 વર્ષની વયે દુનિયાને છોડી હતી. કોલકાતામાં કોન્સર્ટ દરમિયાન તેમને હાર્ટ અટેક આવ્યો હતો. અને તેમને હૉસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જમણી કોરોનરી ધમનીમાં ક્લોટ આવતા તેમનું મોત થયા હોવાનું સામે આવ્યુ હતુ. કેકેના મોતથી બોલીવુડના સંગીતના જગત પર ગંભીર અસર જોવા મળી હતી. તેમની 'અર્લી એક્ઝીટ'ના કારણે શોકનું મોજુ સંગીત જગતમાં જોવા મળ્યુ હતુ. અને તેમના ચાહકો પણ નિરાશ થયા હતા.

આ પણ વાંચોઃ પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ વચ્ચે મજબૂત સંપર્ક, સેનાના કાર્યક્રમમાં આતંકીઓ આપે છે હાજરી, જાણો કોણે કરી કબૂલાત?