android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Punjab Sangrur Road Accident: સંગરૂરમાં રોડ પર કામ કરી રહેલા 23 મનરેગા શ્રમિકોને કારે મારી ટક્કર, 8ના મોત

calendar_todayOctober 18, 2026

Punjab Sangrur Road Accident: સંગરૂરમાં રોડ પર કામ કરી રહેલા 23 મનરેગા શ્રમિકોને કારે મારી ટક્કર, 8ના મોત


આ અકસ્માતમાં આઠ કામદારોના મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.  

અકસ્માતથી હડકંપ 

પંજાબના સંગરુર જિલ્લાના લેહરાગામાં માર્ગ અકસ્માતમાં મનરેગા યોજના હેઠળ રસ્તા પર કામ કરતા કામદારોને બેકાબૂ કારે કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 23માંથી આઠ કામદારોના મોત થયા હતા. જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે. ઘાયલોની સ્થિતિની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

=" target="_blank">

=

ઘાયલોની સ્થિતિ અંગે ચિંતા 

ભયાનક ટક્કરથી ઘટનાસ્થળે જ ભારે હોબાળો મચી ગયો હતો. અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. શરૂઆતના અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં આઠ કામદારોના મોત થયા છે. જોકે, મૃત્યુઆંક અને ઘાયલોની સ્થિતિની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત એક ઝડપી કારને કારણે થયો હતો. કામદારો રસ્તા પર કામ કરી રહ્યા હતા. ત્યારે એક ઝડપી કારે અચાનક તેમને ટક્કર મારી હતા. 

=" target="_blank">

=

ચિંતા અને ગભરાટનું વાતાવરણ

આ ઘટનાથી સ્થાનિક સ્તરે ચિંતા અને ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. રસ્તાના કિનારે કામ કરતા કામદારો સાથે થયેલા આ અકસ્માતે સલામતી અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. મનરેગા હેઠળ કામ કરતા કામદારો રસ્તા પર કામ કરતી વખતે ઝડપી વાહનોથી જોખમમાં મુકાય છે. અકસ્માત બાદ, કામદારોની સલામતી અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ  ફૂડ પોઈઝનિંગ નહીં, પિતાએ જ મેગીમાં ઝેર ભેળવી આખા પરિવારનો લીધો ભોગ, સામે આવ્યું ઓડિયો રેકોર્ડિંગ