calendar_todayFebruary 17, 2026
Queen Raniaનું એન્ટેલિયામાં નીતા અંબાણીએ કર્યું ભવ્ય સ્વાગત, અંબાણી પરિવારની શાહી મુલાકાતની તસવીરો થઈ વાયરલ
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિમાં મુકેશ અંબાણીની ગણના થાય છે. અંબાણી પરિવાર તેમની વૈભવી જીવનશૈલી માટે જાણીતો છે. ફેસ્ટીવલ હોય કે પછી ખાસ પ્રસંગ અંબાણી પરિવાર શાનદાર રીતે સેલિબ્રેશન કરે છે. તેમનો શાહી દેખાવ હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ તેમના કપડાં અને ઘરેણાં દ્વારા રાણી જેવો માહોલ છવાઈ જાય છે. રાધિકા, ઇશા હોય કે પછી શ્લોકા અંબાણી પરિવારની મહિલાઓના લુકસ હંમેશા ચર્ચાનો વિષય બને છે. જયારે નીતા અંબાણીના લુક પણ લોકોને પ્રભાવિત કરે છે. અંબાણી પરિવાર જયારે વાસ્તવિક રાણીને મળ્યો, ત્યારે દરેકની શૈલીએ લોકોનું ધ્યાન ખેંચ્યું.