android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Radhanpur : અધવચ્ચે અટકેલો આંગણ ઉત્સવ ફરી ધામધૂમથી ઉજવાયો

calendar_todaySeptember 30, 2026

Radhanpur : અધવચ્ચે અટકેલો આંગણ ઉત્સવ ફરી ધામધૂમથી ઉજવાયો

રાધનપુર શહેરના અમરગઢ વાદી વસાહત ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 14માં આંગણવાડી મિલન સેવા અંતર્ગત આંગણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે બાળકોની હાજરીને લઈને કાર્યક્રમ અધવચ્ચે અટક્યા બાદ આજે મહાનુભાવો અને બાળકોની ઉપસ્થિતિમાં ફરી કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત ભવ્ય સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. આ પ્રસંગે આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહન મળે તે માટે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આંગણ ઉત્સવ દરમિયાન માતાઓ, કિશોરીઓ, સગર્ભા બહેનો તથા બાળકોને સુખડી અને ફ્ળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પોષણ અંગે જાગૃતિ વધારવાના હેતુથી દસથી વધુ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.કાર્યક્રમમાં મહિલા અને બાળ સમિતિના ચેરમેન હેમચંદ્રભાઈ ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, જ્યોતિબેન જોશી,CDPOકલ્પનાબેન પટેલ સહિત અન્ય મહેમાનોની હાજરીથી કાર્યક્રમ સફ્ળ બન્યું હતો. બાળકોની હાજરી અને પોષણ સાથે યોજાયેલ આ કાર્યક્રમથી આંગણવાડીનું વાતાવરણ આનંદમય બની ગયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો