android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Radhanpur: અરજણસર ગામમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 11 જુગારીઓ રંગેહાથ ઝડપાયા

calendar_todayMarch 2, 2026

Radhanpur: અરજણસર ગામમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 11 જુગારીઓ રંગેહાથ ઝડપાયા

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં જુગારની બદીને ડામવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. રાધનપુરના અરજણસર ગામમાં એક શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.

રહેણાંક મકાનમાં પોલીસની રેઇડ

મળેલી બાતમીના આધારે રાધનપુર પોલીસની ટીમે અરજણસર ગામના રહેણાંક વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસની આ રેઇડ દરમિયાન મકાનમાં કુંડાળું વળી હાર-જીતનો જુગાર રમી રહેલા 11 જુગારીઓ ઝડપાઈ ગયા હતા. અચાનક પોલીસ ત્રાટકતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી.

મુદ્દામાલ અને કાર્યવાહી

પોલીસે જુગારના અખાડા પરથી કુલ ₹14,450 ની રોકડ રકમ કબજે કરી છે. આ સાથે જ જુગાર રમાડનાર મુખ્ય શખ્સ અને અન્ય ખેલાડીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. તહેવારોની મોસમમાં અસામાજિક પ્રવૃત્તિઓ ન વધે તે માટે પોલીસ સતર્ક બની છે.

આ પણ વાંચો: Bhavnagar: યાર્ડમાં આજથી 7 દિવસનું મિની વેકેશન, હોળી-ધૂળેટીના તહેવારોને લઈ હરાજીના કામકાજ બંધ રહેશે