android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rahul Gandhi HC: રાહુલ ગાંધીને બોમ્બે HCનો ઝટકો, PM મોદી વિરુદ્ધ ટિપ્પણી મામલે અરજી ફગાવી

calendar_todaySeptember 8, 2026

Rahul Gandhi HC: રાહુલ ગાંધીને બોમ્બે HCનો ઝટકો, PM મોદી વિરુદ્ધ ટિપ્પણી મામલે અરજી ફગાવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે 8 સપ્ટેમ્બરના રોજ  હાઈકોર્ટે PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અંગેના માનહાનિના કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.

રાહુલ ગાંધીએ વિરુદ્ધ દાખલ કર્યો હતો કેસ 

ભાજપના એક કાર્યકર્તાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેના પગલે મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ પાઠવ્યુ હતુ. રાહુલ ગાંધીએ આ કાર્યવાહીને પડકારવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

રાહુલ ગાંધીએ પડકારી હતી કાર્યવાહી 

બોમ્બે હાઈકોર્ટે આજે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને મોટો ફટકો આપ્યો. કોર્ટે PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી કથિત વાંધાજનક ટિપ્પણીઓ સાથે જોડાયેલા માનહાનિના કેસને પડકારતી તેમની અરજી ફગાવી દીધી. રાહુલ ગાંધીએ આ મામલે તેમની સામે શરૂ કરાયેલ માનહાનિની ​​કાર્યવાહીને પડકારી હતી. હાઈકોર્ટના આ ચુકાદા બાદ કેસ અંગે તેમની કાનૂની મુશ્કેલીઓ વધી શકે છે.

જોકે હવે બધાની નજર આગામી કાનૂની પ્રક્રિયા અને તેમની પાસે ઉપલબ્ધ વિકલ્પો પર રહેશે. રાહુલ ગાંધીની ટિપ્પણીએ અગાઉ રાજકીય વિવાદ ઉભો કર્યો હતો. કોર્ટના નિર્ણય બાદ આ મુદ્દા પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ઝઘડો વધુ તીવ્ર બનવાની શક્યતા છે. 

ફરિયાદીનો શું છે આરોપ ? 

ફરિયાદી મહેશ શ્રીશ્રીમલે આરોપ લગાવ્યો હતો કે સપ્ટેમ્બર 2018 માં રાજસ્થાનમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માનહાનિભર્યા નિવેદનો આપ્યા હતા. રાહુલ ગાંધીએ વડા પ્રધાનને "ચોરોનો સરદાર" અને "ચોર સેનાપતિ" તરીકે ઓળખાવ્યા હતા.

ભાજપના કાર્યકર મહેશ શ્રીશ્રીમલે ગિરગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ, ઓગસ્ટ 2019 માં, મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવાનો નિર્દેશ આપતા સમન્સ પાઠવ્યા હતા. જુલાઈ 2021 માં સમન્સ મળ્યા બાદ, રાહુલ ગાંધીએ હાઈકોર્ટમાં આદેશને પડકાર્યો હતો.

રાહુલ ગાંધીની શું છે દલીલ? 

રાહુલ ગાંધીએ હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ભાજપના કાર્યકર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ કાયદેસર રીતે જાળવી શકાય તેવી નથી. તેમણે દલીલ કરી હતી કે તેમણે ન તો પક્ષનું નામ લીધું છે કે ન તો કોઈ ઓળખી શકાય તેવા કે ચોક્કસ વર્ગને લક્ષ્ય બનાવ્યું છે. પરિણામે, કોઈપણ વ્યક્તિ કે જૂથને પીડિત પક્ષ ગણી શકાય નહીં.


એડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ આજે ​​કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે, જે કાર્યવાહી રદ કરવાની હાઈકોર્ટની સત્તાને મર્યાદિત કરે છે. સાઠેએ દલીલ કરી હતી કે સીઆરપીસીની કલમ 199 અને આઈપીસીની કલમ 499 (સમજૂતી 2) હેઠળ, ભાજપ સભ્ય ફરિયાદ દાખલ કરવા માટે કાનૂની દરજ્જો ધરાવતા પીડિત વ્યક્તિ તરીકે લાયક ઠરે છે.


આ પણ વાંચો: Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે... અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન