android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Railway News : “ફાગણ ફેરી” નિમિત્તે 01 માર્ચે પાલીતાણાથી બાંદ્રા માટે ખાસ ટ્રેન દોડશે, આજથી બુકિંગ થશે શરૂ

calendar_todayFebruary 25, 2026

Railway News : “ફાગણ ફેરી” નિમિત્તે 01 માર્ચે પાલીતાણાથી બાંદ્રા માટે ખાસ ટ્રેન દોડશે, આજથી બુકિંગ થશે શરૂ

યાત્રિયોની સુવિધા તેમજ “ફાગણ ફેરી”ના અવસરે પાલીતાણા જૈન મંદિર ખાતે આવનારા શ્રદ્ધાળુઓની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર પાલીતાણા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વધુ એક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન સંચાલન વિગતો

01- બાંદ્રા ટર્મિનસથી પાલીતાણા જતી બાંદ્રા–પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09013) તા. 28 ફેબ્રુઆરી 2026 (શનિવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી સવારે 11.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે 00.50 વાગ્યે પાલીતાણા પહોંચશે.

02 - તે જ રીતે પરત ફરતી પાલીતાણા–બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09014) તા. 01 માર્ચ 2026 (રવિવાર)ના રોજ પાલીતાણાથી બપોરે 15.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે વહેલી સવારે 05.00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

03-આ ટ્રેન બંને દિશામાં સિહોર (ગુજરાત), સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી તથા બોરીવલી સ્ટેશનો પર રોકાશે. યાત્રિયોની સુવિધા માટે ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ તેમજ જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે.

બુકિંગ સંબંધિત માહિતી

ટ્રેન નંબર 09013 અને 09014 માટે બુકિંગ તા. 25 ફેબ્રુઆરી 2026 (બુધવાર)થી તમામ મુસાફર આરક્ષણ કેન્દ્રો તેમજ આઈઆરસીટીસીની આધિકારિક વેબસાઈટ પર શરૂ થશે. મુસાફરો ટ્રેનના સંચાલન સમય, ઠેરાવ તથા સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈ માહિતી મેળવી શકે છે.


આ પણ વાંચો : Rajkot News : રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન પૂર્ણ, 1500 જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા