android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Railway News : ભાવનગર રેલવે મંડળની મીટર ગેજ (MG) ટ્રેન સેવાના સમયમાં ફેરફાર તથા કેટલીક ટ્રેનો રદ કરાઈ

calendar_todayJanuary 15, 2026

Railway News : ભાવનગર રેલવે મંડળની મીટર ગેજ (MG) ટ્રેન સેવાના સમયમાં ફેરફાર તથા કેટલીક ટ્રેનો રદ કરાઈ

આ ફેરફાર તારીખ 19 જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, સુધારેલ સમયસૂચીનું વિગતવાર વર્ણન સંબંધિત સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે તથા રેલવેના અધિકૃત માધ્યમો દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેથી મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. મુસાફરોને વિનંતી છે કે મુસાફરી પૂર્વે નવીનતમ સમયસૂચીની માહિતી અવશ્ય મેળવી લે.

નીચે મુજબની મીટર ગેજ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે

01-ટ્રેન નંબર 52951/52952 જુનાગઢ–દેલવાડા–જુનાગઢ
02-ટ્રેન નંબર 52929/52930 જુનાગઢ–વેરાવળ–જુનાગઢ
03-મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 52951/52952 (જુનાગઢ–દેલવાડા–જુનાગઢ) રદ થવાને કારણે જેતલસરથી દેલવાડા જતા મુસાફરો માટે તલાલા સ્ટેશન પર અધિકૃત કનેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત ટ્રેન નંબર 52949/52950 (વેરાવળ–દેલવાડા–વેરાવળ) સાથે ટ્રેન નંબર 52946/52933 (જુનાગઢ–વેરાવળ–જુનાગઢ)નું અધિકૃત જોડાણ આપવામાં આવ્યું છે.

આ ટ્રેનના સ્ટેશન આગમનનો સમય આ પ્રમાણે રહેશે

01-ટ્રેન નંબર 52949 વેરાવળ–દેલવાડા મીટર ગેજ ટ્રેન, તારીખ 19.01.2026 થી વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 08:50 વાગ્યે અને દેલવાડા સ્ટેશન પર આગમન સમય 12:30 વાગ્યે રહેશે.
02-ટ્રેન નંબર 52946 જુનાગઢ–વેરાવળ મીટર ગેજ ટ્રેન, તારીખ 19.01.2026 થી જુનાગઢ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 06:15 વાગ્યે અને વેરાવળ સ્ટેશન પર આગમન સમય 10:40 વાગ્યે રહેશે.
03-ટ્રેન નંબર 52955 વેરાવળ–જુનાગઢ મીટર ગેજ ટ્રેન, તારીખ 19.01.2026 થી વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 06:15 વાગ્યે અને જુનાગઢ સ્ટેશન પર આગમન સમય 10:20 વાગ્યે રહેશે.
04-ટ્રેન નંબર 52933 વેરાવળ–જુનાગઢ મીટર ગેજ ટ્રેન, તારીખ 19.01.2026 થી વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 14:45 વાગ્યે અને જુનાગઢ સ્ટેશન પર આગમન સમય 18:55 વાગ્યે રહેશે.
05-ટ્રેન નંબર 52956 જુનાગઢ–વેરાવળ મીટર ગેજ ટ્રેન, તારીખ 20.01.2026 થી જુનાગઢ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 08:00 વાગ્યે અને વેરાવળ સ્ટેશન પર આગમન સમય 12:10 વાગ્યે રહેશે.
06-ટ્રેન નંબર 52950 દેલવાડા–વેરાવળ મીટર ગેજ ટ્રેન, તારીખ 19.01.2026 થી દેલવાડા સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 13:00 વાગ્યે અને વેરાવળ સ્ટેશન પર આગમન સમય 16:35 વાગ્યે રહેશે.