android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot: ટ્રેનો બની નશીલા પદાર્થોની હેરાફેરીનું માધ્યમ, પ્લેટફોર્મ નંબર 1 પરથી 18 કિલો ગાંજો જપ્ત

calendar_todaySeptember 7, 2026

Rajkot: ટ્રેનો બની નશીલા પદાર્થોની હેરાફેરીનું માધ્યમ, પ્લેટફોર્મ નંબર 1 પરથી 18 કિલો ગાંજો જપ્ત

રાજકોટમાં નશીલા પદાર્થોનું નેટવર્ક બંગાવવા માટે રેલવે ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પરથી બીજા રાજ્યમાંથી ટ્રેન મારફતે લાવવામાં આવી રહેલો 18.467 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.

રાજકોટ રેલવે સ્ટેશનેથી લાખો રૂપિયાનો ગાંજો ઝડપાયો

શહેરમાં ગાંજાની ડિલિવરી થાય તે પહેલાં જ બાતમીના આધારે રેલવે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને કુલ ₹9.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી છત્તીસગઢના વતની કર્મવીર પાટિલ નામના તસ્કરને ઝડપી પાડ્યો હતો. જોકે, તેની સાથે રહેલો ઉત્તર પ્રદેશનો હર્ષસિંહ નામનો સાગરીત પોલીસની ટીમ જોઈને પ્લેટફોર્મ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પ્લેટફોર્મ નંબર 1 પર રેલવે ક્રાઇમ બ્રાન્ચનો સફળ દરોડો

ઝડપાયેલો કર્મવીર અને ફરાર હર્ષસિંહ અન્ય રાજ્યોમાંથી ટ્રેન દ્વારા ડ્રગ્સની હેરાફેરીમાં સક્રિય હોવાની શંકા. રાજકોટમાં ગાંજાનો આટલો મોટો જથ્થો કયા સ્થાનિક પેડલર અથવા નેટવર્કને સપ્લાય કરવાનો હતો તે અંગે પૂછપરછ શરૂ. યુપીના હર્ષસિંહને દબોચી લેવા માટે રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી અલગ-અલગ ટીમો રવાના કરી છે.

આ પણ વાંચો: Surat: ભાજપ કાર્યકર હત્યા કેસના આરોપી કુખ્યાત 'માન્યા ડુક્કર' સામે ખંડણીનો નવો ગુનો નોંધાયો, બિલ્ડર-કોન્ટ્રાક્ટરને આપી હતી ધમકી