android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot : જેતપુર પાસે 12.48 લાખના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, 5 શખસોની ધરપકડ

calendar_todayOctober 16, 2026

Rajkot : જેતપુર પાસે 12.48 લાખના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, 5 શખસોની ધરપકડ

જેતપુર પાસે સોલાર પ્લાન્ટમાંથી 12.48 લાખના કેબલની ચોરી કરનાર ટોળકીને રૂરલ એલસીબીએ ઝડપી લઈ કુલ રૂ.21.62 લાખનો મુદામાલ કબજે લઈ પૂછતાછ કરતા અન્ય પાંચ ચોરીના ભેદ ઉકેલાયા હતા. જેતપુરના ખારચીયા ગામ પાસે આવેલ એમબીટ એનર્જી પ્રા.લી.કંપનીના સોલાર પ્લાટમાંથી ગઈ.તા.11 રાત્રીના કોઈ અજાણ્યા તસ્કરોએ સોલાર પ્લાન્ટમાં રાખેલા સોલાર DC કેબલના ડ્રમ નં 16 જે કેબલની કુલ લંબાઈ 16 હજાર મીટર કેબલ,કિંમત રૂ.12.48 લાખ ની ચોરી થયાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.બનાવના પગલે રૂરલ એલસીબી પીઆઈ રાવ સહિતની ટીમે તપાસમાં ઝપલાવી સીસીટીવી આધારે તપાસ હાથ ધરતા ચોરી કરનાર દશરથ ઉર્ફે દશો માધાભાઈ સાંખટ, મહેશ વીજાભાઈ બારૈયા, પ્રકાશ ઉર્ફે પકો બદુભાઈ બારૈયા, પ્રવિણ ગણેશભાઈ શીયાળ અને વિશાલ ધરમશીભાઈ ભાલીયા સહિતના પાંચને પકડી કેબલના ડ્રમ નંગ 8, સોલાર ડ્ઢઝ્ર કેબલના અલગ અલગ લંબાઈના ટુકડાઓ ભરેલ પ્લાસ્ટીક બાચકા નંગ 8, તથા કોપર વાયર ભરેલ બાચકા, બોલેરો પીકઅપ વાહન, અર્ટીકા કાર, ફોન નંગ 5 મળી કુલ રૂ.21.62 લાખના મુદામાલ સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા અન્ય પાંચ ચોરીના ભેદ ખુલતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો