calendar_todaySeptember 16, 2026
Rajkot : ઈરાન સાથેના 120 દિવસના યુદ્ધમાં ટ્રમ્પે 3,20,407 કરોડ ફૂંકી માર્યા
અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સાતમા મહિનામાં પ્રવેશ્યું છે. બંને દેશ સતત એકબીજાને પાયમાલ કરવાની ધમકી આપી રહ્યા છે. પેન્ટાગોનનાં એક અહેવાલ મુજબ અમેરિકાએ ઈરાન સાથેનાં યુદ્ધનાં 4 મહિનામાં જ 33.4 અબજ ડૉલર (રૂ. 3,20,407 કરોડ) ખર્ચી નાંખ્યા છે. આમાં 28મી ફેબ્રુઆરીથી 29 જૂન સુધીનાં અભિયાનમાં આ રકમનો બે તૃતીયાંશ હિસ્સો શસ્ત્રો અને દારૂગોળા પાછળ ખર્ચાયો છે. 30મી જૂન સુધી યુદ્ધ માટે અમેરિકાએ કરેલો કુલ ખર્ચ 33.4 અબજ ડૉલર છે જેમાં 22.3 અબજ ડૉલર શસ્ત્રો અને દારૂગોળા પાછળ ખર્ચાયા છે. 7.4 અબજ ડૉલર યુદ્ધને લગતા બીજા ખર્ચાનાં છે. જ્યારે 3.7 અબજ ડૉલરનાં સૈન્ય ઉપકરણોનો નાશ થયો છે. આ ખર્ચમાં નુકસાન પામેલી ઈમારતો અને સ્થળોની મરામતનો ખર્ચ સામેલ કરાયો નથી. એક અહેવાલ મુજબ અમેરિકાએ ઈરાન પર એટલા બધા બોમ્બ અને મિસાઈલ્સનો મારો ચલાવ્યો છે કે જેના કારણે તેનાં શસ્ત્રો અને દારૂગોળો ખલાસ થવા આવ્યા છે. અમેરિકાની શસ્ત્રો બનાવવાની ક્ષમતા સામે સવાલો ઉઠયા છે. સરકારે શસ્ત્રોનું મોટાપાયે ઉત્પાદન કરવા અને દારૂગોળો ખરીદવા આદેશો આપ્યા છે. અમેરિકાને યુદ્ધમાં ભારે નુકસાન થયું છે. તેના પાંચમી પેઢીનાંF -35Aવિમાનને ભારે નુકસાન થયું છે. જૂનનાં અંત સુધીમાં આવા4 F-15A વિમાન નાશ પામ્યા છે. એકA-10 વિમાન નાશ પામ્યું છે. 7KC -135 ઈંધણ ભરનાર વિમાનો, 7 હેલિકોપ્ટર અને 30થી વધુ મોંઘાદાટ ડ્રોનનો નાશ થયો છે. ઈરાન દ્વારા ગલ્ફમાં ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને યુએઈમાં અમેરિકાની ઈમારતોને નુકસાન કરાયું છે જેનો ખર્ચ 184 મિલિયન ડૉલર છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો