android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot: ફ્ટાકડામાં 20-25% ભાવ વધારો, બજારમાં મંદીનો માહોલ

calendar_todayOctober 25, 2026

Rajkot: ફ્ટાકડામાં 20-25% ભાવ વધારો, બજારમાં મંદીનો માહોલ

વીજળી, ફરસાણ, મીઠાઈ સહિતની ચીજવસ્તુઓના ભાવ વધારા બાદ હવે દિવાળીના તહેવારમાં મોંઘવારીનો બોમ્બ ફૂટયો છે. ફ્ટાકડા બજારમાં ગત વર્ષ કરતા આ વર્ષે ફ્ટાકડામાં 20 થી 25 ટકાનો ભાવ વધારો થયો છે. જેના કારણે દિવાળીની ઉજવણીમાં મધ્યમ અને ગરીબ પરિવારોના બજેટમાં મોટો વધારો થનાર છે. વેપારીઓના મતે ગત વર્ષે જે ફ્ટાકડા 100 રૂપિયામાં મળતા હતા તે આ વર્ષે 120 થી 125 રૂપિયામાં મળી રહ્યા છે. ખાસ કરીને બાળકોના લોકપ્રિય ફુલઝડી, ચક્કરી અને બોમ્બમાં ભાવ વધારો વધુ લાગ્યો છે. છતાં દિવાળી એટલે ફ્ટાકડા, તેથી લોકો મોંઘવારી છતાં ખરીદી તો કરશે જ એવો વિશ્વાસ પણ વેપારીઓ ધરાવે છે. અધૂરામાં પૂરું આ વર્ષે બજાર નબળું હોવાના કારણે અત્યારથી ફ્ટાકડા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, મહિનાના પ્રારંભે દિવાળી હોવાથી અને અત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હોવાના કારણે ફ્ટાકડા બજારમાં ઘરાકી નહિવત છે. પરંતુ છેલ્લા પખવાડિયામાં ફ્ટાકડા બજારમાં તેજી આવશે તેવી ધારણા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ફ્ટાકડા મોંઘા થવા પાછળનું કારણ જણાવતા વેપારીઓ કહે છે કે, લેબર ચાર્જમાં વધારો, પેટ્રોલ ડીઝલના ભાવ વધારો અને ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવાથી તેની અસર ભાવ પર વર્તાઈ છે. એટલું જ નહીં આ વખતે શિવાકાશી સહિતની ફેક્ટરીઓમાં ફ્ટાકડાનું પ્રોડક્શન પણ ઓછું થયું હોવાના કારણે તેની અસર સીધી ભાવ ઉપર પડી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો