android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot શહેરમાં રોગચાળાનો પ્રકોપ વધ્યો, પાણીજન્ય રોગોના કેસોમાં વધારો, એક સપ્તાહમાં ઝાડા-ઉલટીના 242 કેસ

calendar_todayJanuary 12, 2026

Rajkot શહેરમાં રોગચાળાનો પ્રકોપ વધ્યો, પાણીજન્ય રોગોના કેસોમાં વધારો, એક સપ્તાહમાં ઝાડા-ઉલટીના 242 કેસ

રાજકોટ શહેરમાં રોગચાળાના કેસોમાં વધારો નોંધાયો છે, જેમાં સૌથી વધુ પાણીજન્ય રોગોના આંકડા સામે આવ્યા છે.

એક સપ્તાહમાં શરદી-ઉધરસના 1083 કેસ

 આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહમાં શરદી-ઉધરસના 1083, સામાન્ય તાવના 725 અને ઝાડા-ઉલટીના 242 કેસ નોંધાયા છે.

ટાઈફોડનો 1 કેસ અને કમળાના 4 કેસ

આ ઉપરાંત ટાઈફોડનો 1 કેસ અને કમળાના 4 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

પાણીપુરીના ધંધાર્થીઓ તેમજ મિનરલ વોટર સપ્લાયરો પર વિશેષ ચેકિંગ

પાણીજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીના ધંધાર્થીઓ તેમજ મિનરલ વોટર સપ્લાયરો પર વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

 પૂરતું ક્લોરિન છે કે નહીં તેની તપાસ

શહેરના દરેક ઘરમાં આવતાં પીવાના પાણીમાં પૂરતું ક્લોરિન છે કે નહીં તેની તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 826 સ્થળોએ ક્લોરિન ચેકિંગ કરવામાં આવ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે

જ્યાં જરૂરી હોય ત્યાં ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે, જેથી મચ્છરજન્ય અને અન્ય ચેપજન્ય રોગો પર નિયંત્રણ મેળવી શકાય. આરોગ્ય વિભાગે નાગરિકોને ઉકાળેલું પાણી પીવાની અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કરી છે.


આ પણ વાંચો-----    Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે