android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkotના ઉપલેટા પંથકમાં આવ્યો 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

calendar_todayJanuary 8, 2026

Rajkotના ઉપલેટા પંથકમાં આવ્યો 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ભૂસ્તરિય હલચલ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગત રાત્રે રાજકોટ જિલ્લાના ઉપલેટા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 નોંધાઈ છે.

રાત્રિના સમયે ધ્રુજારીનો અનુભવ

સીસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ આંચકો રાત્રે 8:43 કલાકે અનુભવાયો હતો. રાત્રિનો સમય હોવાથી અને લોકો પોતાના ઘરમાં સ્થિર હોવાથી ધ્રુજારી સ્પષ્ટપણે અનુભવાઈ હતી. અચાનક આવેલી આ ધ્રુજારીને કારણે ડરના માર્યા લોકો પોતાના પરિવાર સાથે ખુલ્લા મેદાનમાં અને રસ્તાઓ પર દોડી આવ્યા હતા.

કેન્દ્રબિંદુ અને અસર

ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિમી દૂર નોંધાયું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ આંચકાને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી. જોકે, ભૂકંપના આંચકાને પગલે સોશિયલ મીડિયા પર પણ લોકોએ અનુભવો શેર કર્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અવારનવાર આવતા નાના-મોટા આંચકાઓને કારણે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો