calendar_todayJune 1, 2026
Rajkot: કાળઝાળ ગરમી વચ્ચે રાજકોટમાં ફ્રુટના વેપારીઓને 30% માલ બગડવાની ભીતિ
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં એકતરફ્ કાળઝાળ ગરમીનો પ્રકોપ અને બીજી તરફ્ ડીઝલની અછતથી નાના વેપારીઓ બેવડા મારનો ભોગ બન્યા છે.એક તરફ પરિવહન મોંઘું બન્યું છે. બીજી તરફ કાળઝાળ ગરમીના લીધે ફ્રૂટના નાના ધંધાર્થીઓમાં માલ બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિમાં મોટું નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે નાના વેપારીઓ માલ બગડે તે પહેલા જ તેને સ્તા ભાવે વેચી દેવા મજબૂર બન્યા છે.મોંઘા ભાડા અને ગરમીના આ ડબલ મારે નાના ફ્રૂટ વિક્રેતાઓની કમર તોડી નાખી છે.
ડીઝલની તંગીથી મોંઘવારીનો નવો ડામ સરસામાન પર પડી રહ્યો છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ડીઝલના ભાવવધારા અને અપૂરતા સપ્લાયના વિરોધમાં ટ્રાન્સપોર્ટ ભાડામાં 10%નો તોતિંગ વધારો કરાતા આગામી દિવસોમાં શાકભાજી, ફ્ળ અને ઔદ્યોગિક માલસામાન મોંઘો થવાનું વિષચક્ર શરૂ થઈ ગયું છે. જોકે, આ પરિવહન ખર્ચ વધવા છતાં સ્થાનિક ફ્રુટ માર્કેટમાં તદ્દન ઉલ્ટી ગંગા વહી રહી છે. બજારમાં ફ્રૂટની આવક વિપુલ પ્રમાણમાં છે, પરંતુ અસહ્ય તાપમાનના કારણે અંદાજે 30 ટકા જેટલો માલ બગડી રહ્યો હોવાથી વેપારીઓ ભારે નુકસાની વેઠીને પણ માલ સસ્તામાં વેચવા મજબૂર બન્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો