android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkotમાં રૂ.36 લાખનું સોનું લઈ માત્ર 4 મિનિટમાં બંગાળી કારીગર થયો રફૂચક્કર

calendar_todayJanuary 9, 2026

Rajkotમાં રૂ.36 લાખનું સોનું લઈ માત્ર 4 મિનિટમાં બંગાળી કારીગર થયો રફૂચક્કર

જ્વેલરી હબ ગણાતા રાજકોટ શહેરમાં ફરી એકવાર બંગાળી કારીગર દ્વારા વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. શહેરના એ-ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં એક કારીગર અંદાજે રૂ.36 લાખથી વધુની કિંમતનું સોનું લઈને ફરાર થઈ જતા હડકંપ મચી ગયો છે.

શું હતી સમગ્ર ઘટના?

રાજકોટના સોની બજારમાં વ્યવસાય કરતા વેપારી કલ્પેશભાઈ કાતરીયાએ ત્રણ દિવસ પૂર્વે જ અક્ષય બાઉળી નામના બંગાળી કારીગરને કામ પર રાખ્યો હતો. જોકે, ઓક્ટોબર મહિનામાં બનેલી આ ઘટનામાં કારીગરે વેપારીનો વિશ્વાસ જીતીને મોકો મળતા જ હાથ ફેરો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, કારીગર અક્ષયે માત્ર 4 મિનિટમાં જ દુકાનમાંથી સોનાનો જથ્થો સગેવગે કર્યો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

સીસીટીવી ફૂટેજ અને પોલીસ કાર્યવાહી

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જેમાં કારીગરની હિલચાલ સ્પષ્ટપણે કેદ થઈ છે. વેપારીની ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે અક્ષય બાઉળી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ કારીગર પશ્ચિમ બંગાળ તરફ ભાગી ગયો હોવાની શંકા છે. રાજકોટમાં અવારનવાર બનતી આવી ઘટનાઓને પગલે જ્વેલર્સ એસોસિએશને ફરી એકવાર વેપારીઓને અપીલ કરી છે કે કોઈપણ નવા કારીગરને કામ પર રાખતા પહેલા તેના દસ્તાવેજો અને પોલીસ વેરિફિકેશન કરાવવું અત્યંત જરૂરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો