android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot: તહેવારોમાં પ્રદ્યુમ્ન પાર્કમાં 73,565, રામવનમાં 5,483, જ્યારે ગાંધી મ્યુઝિયમમાં માત્ર 802 લોકોએ મુલાકાત લીધી

calendar_todaySeptember 9, 2026

Rajkot: તહેવારોમાં પ્રદ્યુમ્ન પાર્કમાં 73,565, રામવનમાં 5,483, જ્યારે ગાંધી મ્યુઝિયમમાં માત્ર 802 લોકોએ મુલાકાત લીધી

જન્માષ્ટમીમાં ચાર દિવસના તહેવાર દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં અધધધ 73565 લોકોએ ધસારો બોલાવ્યો હતો. જ્યારે રામવન અર્બન ફોરેસ્ટમાં પણ 5483 લોકો ફરવા આવ્યા હતા. જોકે, આ ચાર દિવસમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માત્ર 802 લોકોએ લીધી હતી. તા3થી 6 સુધી જન્માષ્ટમીની જાહેર રજા તથા તહેવારના દિવસો દરમિયાન આ ત્રણેય સ્થળ ખાતે કુલ 80 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. ઝૂ અને રામવનમાં મોટા ધસારાને પગલે ચાર જ દિવસમાં મહાપાલિકાને રૂ.17.26 લાખની આવક થઈ હતી. પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ ખાતે મુલાકાતીઓના ધસારાને પગલે મહાનગરપાલિકાને રૂા.16,09,640ની આવક થઈ હતી. રામવન અર્બન ફોરેસ્ટ ખાતે રૂ.1,16,680ની આવક થઈ હતી. પ્રદ્યુમ્ન પાર્કમાં આમ તો 3 ટિકીટ બારી છે, પણ તહેવારમાં લાંબી કતારો ન લાગે તે માટે વધારાના પાંચ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. મુલાકાતીઓ માટે ર્ફ્સ્ટ એઇડ સુવિધા, વાહન પાર્કિંગમાં મુશ્કેલી ન પડે તે માટે વધારાના સિક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા, બેટરીકાર માટેનું અલગ સ્ટેન્ડ, માઇકીંગ સિસ્ટમ, સમગ્ર ઝૂ પરિસરમાં વહેલી સવારથી દૈનિક સફાઈ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો