android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot-Mumbai વચ્ચે 29 માર્ચથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે, સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓને થશે ફાયદો

calendar_todayFebruary 21, 2026

Rajkot-Mumbai વચ્ચે 29 માર્ચથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે, સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓને થશે ફાયદો

રાજકોટ અને મુંબઈ વચ્ચે 29 માર્ચથી વધુ એક ફ્લાઈટ સેવા શરૂ થવા જઈ રહી છે. નવી ફ્લાઈટ રાજકોટ એરપોર્ટથી સવારે 8.35 વાગે ટેકઓફ કરશે અને સીધી મુંબઈ પહોંચશે. આ સેવા સૌરાષ્ટ્ર–કચ્છના પ્રવાસીઓ માટે ખાસ ફાયદાકારક રહેશે અને વેકેશન સમયમાં મુસાફરીને વધુ સરળ બનાવશે. હાલમાં રાજકોટ એરપોર્ટમાંથી કુલ 13 ફ્લાઈટો વિવિધ શહેરો માટે ઉડી રહી છે, જેમાં આ નવી ફ્લાઈટ ઉમેરાઈ રહી છે.

કેટલી હોય છે ટિકિટ?

ફ્લાઈટ માટે ટિકિટનો ભાવ સામાન્ય રીતે સીઝન અને બુકિંગ સમય પ્રમાણે અલગ અલગ હોય છે, પરંતુ આજકાલ રાજકોટથી મુંબઈ એક વખત માટે મુસાફરી કરવાની ઈકોનોમી ક્લાસની ટિકિટ સામાન્ય રીતે લગભગ રૂપિયા 4,900થી શરૂ થાય છે. ઉલ્લેખીય છે કે આ નવી ફ્લાઈટ શરૂ થવાથી સ્થાનિક પ્રવાસીઓ સાથે સાથે વ્યવસાય અને પ્રવાસીઓને સગવડ થશે અને આવતા તહેવારો અને વેકેશન સીઝનમાં મુસાફરી વધુ મજબૂત બની જશે.

આ પણ વાંચો : Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ પર 'ચાય પે ચર્ચા' અને વણેલા ગાંઠિયા, નીતિન નબીને યુવાનો સાથે કરી બજેટ પર વાત