android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News: શહેરમાં લાગ્યા લવ જેહાદથી સાવધાન નામના પોસ્ટર, સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

calendar_todayOctober 11, 2026

Rajkot News: શહેરમાં લાગ્યા લવ જેહાદથી સાવધાન નામના પોસ્ટર, સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રાજકોટમાં પવિત્ર નવરાત્રિના પ્રથમ નોરતે જ ગરબા આયોજનો અને રેસકોર્સ સહિતના વિવિધ વિસ્તારોમાં લવ જેહાદથી સાવધાન નામના પોસ્ટર લાગવાને કારણે મોટો વિવાદ સર્જાયો છે.અગાઉ આ મુદ્દે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સત્તાવાર રીતે આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા. ત્યારે નવરાત્રિના પ્રારંભે જ આ પ્રકારના પોસ્ટર સામે આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રાજકોટમાં પોલીસ તંત્ર સજ્જ

રાજકોટમાં નવરાત્રિ પર્વ દરમિયાન શાંતિ અને સલામતી જાળવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે, જેના ભાગરૂપે સમગ્ર શહેરમાં 1000 થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે 12 પોલીસ મથકની 'શી ટીમો' તૈનાત કરાઈ છે, જેમાં દરેક ટીમમાં 4 મહિલા પોલીસકર્મીઓ સામેલ છે. આ ઉપરાંત, પ્રાચીન ગરબીઓમાં હોમગાર્ડના જવાનો બંદોબસ્ત સંભાળશે, જ્યારે સંવેદનશીલ સ્થળો પર ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે. કોઈપણ અનિચ્છનીય બનાવને રોકવા માટે રાજકોટ પોલીસે સુરક્ષાનું આ ખાસ આયોજન કર્યું છે.

રાજ્યભરમાં પોલીસ સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી

ગુજરાતમાં પવિત્ર નવરાત્રિ પર્વને લઈને રાજ્યભરમાં પોલીસ સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે,જ્યાં રાજ્યભરમાં અંદાજે 22 હજાર જેટલા સ્થળોએ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અકબંધ રાખવા માટે પોલીસ વડાની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી,જેમાં અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા વિશેષ આદેશો આપવામાં આવ્યા છે. ખાસ કરીને ગરબાના સ્થળો પર મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવા માટે તમામ જિલ્લા તથા શહેર પોલીસને કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ