calendar_todayJanuary 23, 2026
Rajkot News: સિંગતેલમાં ભેળસેળની આશંકાએ 16 વેપારીઓને ત્યાં ચેકિંગ, આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા
ગુજરાતમાં અનેક વખત ઘી અને પનીરમાં ભેળસેળ હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે રાજકોટમાં ખાદ્યતેલનો મોટો બિઝનેસ હોવાથી તેલમાં પણ ભેળસેળ હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે માર્કેટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. સિંગતેલમાં ભેળસેળની આશંકાએ નમૂના લેવામાં આવ્યા હતાં.
રાજકોટમાં ખાદ્યતેલના વેપારીઓને ત્યાં ચેકિંગ
રાજકોટમાં સિંગતેલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે તેલના વેપારીઓ પર તવાઈ બોલાવાઈ હતી. સિંગતેલમાં ભેળસેળની આશંકાએ તેલના 16 વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. ઓમ અને શ્રી રામ એજન્સીમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા હતાં. આરોગ્ય વિભાગના ચેકિંગને લઈને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.