android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News : રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી

calendar_todayFebruary 13, 2026

Rajkot News : રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી

આરોપીને કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી છે અને લગ્નની લાલચ આપી આરોપીએ દુષ્કર્મ કર્યુ હતુ, મોબાઇલ નંબરની આપ-લે કરી સગીરાને ભોગ બનાવી હતી અને કોર્ટે સગીરાને 7 લાખ વળતર ચૂકવવા આદેશ કરાયો છે અને મોરબીના સાગર મકવાણાને કોર્ટે ફટકારી સજા.

સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનારને 20 વર્ષની કેદ

રાજકોટમાં 17 વર્ષ અને 6 માસની સગીરાને આરોપી સાગર મકવાણાએ નવરાત્રિ દરમિયાન મિત્રતા કેળવી હતી અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યુ હતુ ત્યારબાદ આરોપીએ અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ અને લગ્ન કર્યા ન હતા અને તેને ભગાડીને લઈ ગયો હતો, આ બનાવ અંગે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને રાજકોટ પોકસો કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. અને વળતર પણ ચૂકવવા આદેશ કર્યો છે.

આરોપીને ભોગ બનનારને 7 લાખનું વળતર ચૂકવવા આદેશ

રાજકોટની સ્પેશ્યિલ પોકસો કોર્ટ દ્વારા આરોપી સાગર મનસુખભાઈ મકવાણાને તકસીરવાન ઠરાવી પોકસો એકટની કલમ 5 મુજબ 20 વર્ષની સખત કેદની સજા તથા 5000નો દંડ ફટકાર્યો. આ ઉપરાંત સગીરાનું અપહરણ કરી ભગાડી જવાના કેસમાં આઈ.પી.સી. કલમ 363 મજબ 5 વર્ષની સખત કેદની સજા તથા 1000નો દંડ ફટકાર્યો આઈ.પી.સી.ની કલમ 366 મુજબ 7 વર્ષથી સખ્ત કેદની સજા ફરમાવેલ છે. તેમજ ગુજરાત વિકટીમ કમ્પન્સેશન સ્કીમ અન્વયે ભોગ બનનાર બાળકીને 7 લાખ ચુકવવાનો આદેશ આપ્યો છે.


આ પણ વાંચો : Gujarat Latest News Live : રાજકોટમાં મહાશિવરાત્રિએ કતલખાના બંધ રાખવા મહાનગરપાલિકાનો આદેશ